Site icon hindi.revoi.in

લોકસભા ઈલેક્શન 2019નું પરિણામ: જાણો શું હોય છે મતગણતરીની સમગ્ર પ્રક્રિયા?

Social Share

લોકસભાની ચૂંટણીના પરિણામોની ગણતરી 23મી મે એટલે કે ગુરુવારે થઈ રહી છે. તેની સાથે જ સ્પષ્ટ થઈ જશે કે સત્તાની ખુરશી પર ક્યા પક્ષના નેતા બેસશે. આના પહેલા ઈવીએમની સુરક્ષા, હેરફેર અને ટેમ્પરિંગને લઈને વિપક્ષી દળોએ ખૂબ હો-હલ્લો કર્યો છે. આરોપ-પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે ચૂંટણી પંચે તમામ દાવાઓ અને આરોપોને સોય ઝાટકીને નામંજૂર કર્યા છે.

વોટિંગથી લઈને સ્ટ્રોંગ રૂમ સુધી ઈવીએમની સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને ત્રણ સિક્યુરિટી લેયરમાં રાખવામાં આવે છે. રૂમના દરવાજા પર ડબલ લોક લગાવીને તેને સીલ કરવામાં આવે છે. તેના પછી દરવાજા પર એક છ ઈંચની દીવાલ બનાવી દેવામાં આવે છે. કેટલાક સ્થાને લાકડાના બેરિકેડ પણ લગાવી દેવામાં આવે છે. તેનો ઉદેશ્ય એ હોય છે કે જો કોઈપણ કાઉન્ટિંગ પહેલા સ્ટ્રોંગરૂમમાં ઘૂસવાની કોશિશ કરી તો સૌથી પહેલા તેને લાકડી અથવા છ ઈંચની દીવાલ તોડવી પડશે.

સ્ટ્રોંગ રૂમ કાઉન્ટિંગ સેન્ટરમાં જ બનેલો હોય છે. કાઉન્ટિંગના દિવસે અહીં કલમ-144 લાગુ હોય છે. આ વિસ્તારની આસપાસની તમામ દુકાનોને બંધ કરવામાં આવે છે. કાઉન્ટિંગ સેન્ટરની પાસે 100 મીટર સુધી કોઈપણ વાહનના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવેલો હોય છે. કાઉન્ટિંગ સેન્ટરમાં પર્યવેક્ષક (જિલ્લા ચૂંટણી અધિકારી) સિવાય કોઈપણ મોબાઈલ ફોન લઈ જઈ શકતા નથી. કાઉન્ટિંગના દરમિયાન મતગણતરી કરનાર અધિકારી કાઉન્ટિંગ સેન્ટરની બહાર જઈ શકે નહીં.

સ્ટ્રોંગ રૂમના પર્યવેક્ષક, પોલીસ અધિક્ષક, ઓબ્ઝર્વર, અભ્યાર્થીઓ અને રાજકીય પ્રતિનિધિઓ સાથે રિટર્નિંગ ઓફિસર અને સહાયક રિટર્નિંગ ઓફિસરની હાજીમાં ખોલવામાં આવે છે. તેના પછી સીલિંગ દરમિયાન ભરવામાં આવેલા ફોર્મના આધારે એક વખત ઈવીએમની તપાસ કરવામાં આવે છે કે ક્યાંય કોઈ ગડબડ તો નથી થઈ ને.. બધું બરાબર હોવાનું ચકાસ્યા બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.

કાઉન્ટિંગમાં સરકારી વિભાગોમાં કાર્યરત કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ સામેલ હોય છે. આ કર્મચારીઓને કાઉન્ટિંગના એક સપ્તાહ પહેલા કાઉન્ટિંગ સેન્ટર પર ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યારે કાઉન્ટિંગના એક દિવસ પહેલા પણ એક ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંબંધિત જિલ્લાના તે અધિકારી સામેલ હોય છે કે જેમની ડ્યૂટી ચૂંટણીમાં લાગેલી છે.

કાઉન્ટિંગના એક દિવસ પહેલા ટ્રેનિંગ આપ્યા બાદ તેમને સંબંધિત સંસદીય ક્ષેત્રમાં 24 કલાક માટે મોકલવામાં આવે છે, ખાસ વાત એ છે કે આના પહેલા કોઈપણ અધિકારી-કર્મચારીને એ જણાવવામાં આવતું નથી કે તેને ક્યાં કાઉન્ટિંગ સેન્ટર પર મોકલવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. કાઉન્ટિંગના દિવસે આ કર્મચારીઓને સવારે પાંચ વાગ્યે કાઉન્ટિંગ ટેબલ પર બેસવાનું હોય છે. દરેક કાઉન્ટિંગ ટેબલ પર કાઉન્ટિંગ સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો પર્યવેક્ષક હોય છે. તેના પછી તેમના ટેબલ પર બેલેટ યુનિટ રાખવામાં આવે છે. ટેબલની ચારે તરફ જાળીની ઘેરાબંધી પણ કરવામાં આવે છે.

ક્યારે શરૂ થાય છે કાઉન્ટિંગ?

લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી સવારે 7-45 કલાકે શરૂ થઈ જાય છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થાય છે. પોસ્ટલ બેલેટનો ઉપયોગ એવા અધિકારી કરે છે, જેઓ સરકારી ડયૂટીમા તેનાત હોવાને કારણે વોટ કરી શકતા નથી. સેનાના કર્મચારીઓને પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો અધિકાર છે. પોસ્ટલ બેલેટ મટે ચાર ટેબલ નિર્ધારીત હોય છે. તમામ રાજકીય પક્ષો અથવા ઉમેદવારોના પ્રતિનિધિ તેની ગણતરીના સાક્ષી હોય છે. દરેક ટેબલ પર મતગણતરી કર્મચારીને દરેક રાઉન્ડ માટે પાંચસોથી વદારે બેલેટ પેપર આપવામાં આવતા નથી. આમા ખોટી રીતે ભરવામાં આવેલા અથવા ખોટું નિશાન લગાવેલું હોય તેવા બેલેટ પેપર અયોગ્ય ગણાય છે.

ગણતરી શરૂ કરવાની શું હોય છે નિયમાવલી?

પોસ્ટલ બેલેટ બાદ ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફરેબલ પોસ્ટલ બેલેટ પણ જો આવ્યા હોય, તો તેની ગણતરી થાય છે. તેના પર ક્યૂ આર કોડ હોય છે. તેના દ્વારા ગણતરી થાય છે. ચૂંટણી પંચની નિયમાવલી પ્રમાણે, પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસની ગણતરી પુરી થવાના અડધા કલાક બાદ ઈવીએમમાં આપવામાં આવેલા મતોની ગણતરી શરૂ થાય છે. તેના માટે દરેક વિધાનસભા વિસ્તારના હિસાબથી સેન્ટરમાં 14 ટેબલો લગાવવામાં આવે છે.

કેટલો સમય લાગે છે એક રાઉન્ડની ગણતરીમાં?

દરેક ટેબલ પર એક-એક ઈવીએમ મોકલવામાં આવે છે. તેના પ્રમાણે દરેક વિધાનસભા ક્ષેત્ર માટે એકસાથે 14 ઈવીએમની ગણતરી કરવામાં આવતી હોય છે. મોટા ભાગે દરેક તબક્કામાં ત્રીસથી પિસ્તાલીસ મિનિટનો સમય લાગે છે.

મતગણતરી ટેબલના ચારેય તરફ પાર્ટીઓ અથવા ઉમેદવારોના એજન્ટ રહે છે. જે મતગણતરી પર ઝીણવટભરી નજર રાખે છે. તેના માટે પણ મતગણથરી અધિકારી નિર્ધારીત ફોર્મ-17સીનો આખરી હિસ્સો ભરાવે છે. ફોર્મ 17સીનો પહેલો  હિસ્સો મતદાનના પોલિંગ એજન્ટની હાજરી અને હસ્તાક્ષર સાથે પોલિંગ પ્રક્રિયા શરૂ કરતી વખતે ભરવામાં આવે છે. મતગણતરીના સમયે આખી હિસ્સો ભરવામાં આવે છે. જેથી દરેક તબક્કામાં ઈવીએમ અને અન્ય મશીનોના સહીસલામત હોવાના પુરાવા રહે.

ઈવીએમ અને વીવીપેટની ચબરખીઓની મેળવણી

બેલેટ યૂનિટ પર જેટલા ઉમેદવારોના નામ નોંધાયેલા છે, તેમના એક-એક પ્રતિનિધિના નામ, સરનામા અને અન્ય જરૂરી જાણકારીઓ નોંધીને અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી ચૂંટણી પંચ પાંચ મશીનોને કોઈપણ પ્રકારની આગોતરી તૈયારી વગર અચાનક અલગ તારવી લે છે. જેના ઈવીએમ અને વીવીપેટની ચબરખીઓની ગણતરીનું મિલાન સૌથી આખરમાં થાય છે. જો કે આ વખતે વિપક્ષી દળો દ્વારા મિલાનવાળા ઈવીએમ અને વીવીપેટની ગણતરી સૌથી પહેલા કરાવવાની માગણી કરવામાં આવી હતી.

શું કામ હોય છે પર્યવેક્ષકોનું?

મતગણતરી પર્યવેક્ષક દરેક સંસદીય ક્ષેત્રમાં તેનાત હોય છે. તે સીધા ચૂંટણી પંચને રિપોર્ટ કરે છે. તેમની દેખરેખમાં કાઉન્ટિંગ પ્રક્રિયા ચાલે છે. દરેક રાઉન્ડ બાદ પર્યવેક્ષકો કોઈપણ બે મશીનને ઉઠાવીને પરિણઆમને ફરીથી જોવે છે. પર્યવેક્ષક દરેક રાઉન્ડે ઘણીવાર ચકાસણી કરે છે. તેના પછી ચૂંઠણી પંચને આની જાણકારી આપે છે. ત્યાર બાદ પરિણામને જાહેર કરવામાં આવે છે. કાઉન્ટિંગના આખરી રાઉન્ડમાં ત્રણ વખત પર્યવેક્ષક દ્વારા ચકાસણી થાય છે. તેના પછી પરિણામ જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને ઉમેદવારનો પ્રતિનિધિ પણ જોવે છે.

Exit mobile version