Site icon hindi.revoi.in

પહેલીવાર વોટિંગ કરવાનો એવો ઉત્સાહ કે નોઇડાથી બુલેટ ચલાવીને ધનબાદ પહોંચી આ યુવતી

Social Share

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ વોટિંગ ચાલુ છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર ભારે ભીડ જોવા મળી રહી છે. આજે થઈ રહેલા મતદાનમાં વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલીવાર મતદાન કરનારા વોટર્સ સવારથી પોલિંગ બૂથ પર લાઇનમાં લાગેલા છે. ત્યારે એવા જ ઉત્સાહ સાથે ઉત્તરપ્રદેશના નોઇડાથી બુલેટ ચલાવીને યશોદા દુબે નામની એક યુવતી પોતાનો વોટ આપવા માટે ધનબાદના સિંદરી પહોંચી. યશોદાએ લોકસભા ચૂંટણીમાં પહેલીવાર વોટિંગ કર્યું છે.

મતદાન કેન્દ્ર પર બુલેટથી પહોંચેલી યુવતીએ કહ્યું કે તે આ સફર દ્વારા જનતાને સંદેશ આપવા માંગે છે કે મતદાન કોઈપણ પરિસ્થિતિમાં જરૂરી છે. મતદાન થવું જ જોઈએ. તેનાથી ફક્ત દેશનું નહીં પરંતુ અમારું પણ ભવિષ્ય નિર્ધારિત થશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છઠ્ઠા અને રાજ્યમાં ત્રીજા તબક્કા હેઠળ 4 લોકસભા સીટ્સ- ગિરિડીહ, ધનબાદ, જમશેદપુર અને સિંહભૂમ (ચાઈબાસા)માં 66,85,401 મતદાતાઓ 67 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ સંસદીય વિસ્તારોમાં 8300 મતદાન કેન્દ્રો પર સુરક્ષાદળોની લગભગ 200 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. ગિરિડીહમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ)ના ઉમેદવાર અને રાજ્યમાં જળ સંસાધન મંત્રી ચંદ્રપ્રકાશ ચૌધરી તથા ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના જગન્નાથ મહતોની વચ્ચે છે. ધનબાદમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પી.એન. સિંહનો મુકાબલો ભાજપમાંથી કોંગ્રેસમાં જનારા કીર્તિ આઝાદ સાથે છે.

Exit mobile version