Site icon hindi.revoi.in

લોકસભામાં પીએમ મોદીને 1, તો રાહુલ ગાંધીને સીટ ક્રમાંક 467ની કરાઈ ફાળવણી

Social Share

લોકસભામાં સાંસદોને બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વાભાવિકપણે પહેલા ક્રમાંકની બેઠક ફાળવવામાં આવી છે. પરંતુ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને છેક 467મી બેઠકની ફાળવણી કરવામાં આવી છે. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને પણ 457મી બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીને 458મી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને 460મી બેઠક ફાળવવામાં આવી છે.

લોકસભા સ્પીકરનો આદેશ આજથી જ લાગુ થયો છે. રાહુલ ગાંધીની બાજૂમાં શશી થરુર બેસશે અને તેમને 469મી બેઠક આપવામાં આવી છે. જો કે રાહુલ અને થરુર વચ્ચે 468મી બેઠખ પર સાંસદ મોહન એસ. ને જગ્યા આફવામાં આવી છે. થરુરની બાજૂમાં કનિમોઝી અને એ. રાજા બેસશે. બંનેને અનુક્રમે 470 અને 471મી બેઠક ફાળવવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવને 455, સોનિયા ગાંધીને 457, ટીઆર બાલુને 456, 458 પર અધીરરંજન ચૌધરી, ફારુક અબ્દુલ્લા 461 અને સુપ્રિયા સુલે 462મી બેઠક પર બેસશે.

જો લોકસભાની અગ્રિમ હરોળની વાત કરીએ તો પીએમ મોદીને 1, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને 2, ગૃહ પ્રધાન અમિત શાહને 3, કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને 4, સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીને સાત નંબરની બેઠક આપવામાં આવી છે. જો કે 8 નંબરની બેઠકને ખાલી રાખવામાં આવી છે.

Exit mobile version