Site icon hindi.revoi.in

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નવેમ્બરમાં યોજાય તેવી શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-4ની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. જેના પરિણામે ગુજરાતની છ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ચૂંટણીમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મતદાનના સમયમાં વધારો કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. ચૂંટણી પંચે કોરોના મહામારી વચ્ચે તૈયારીઓ શરૂ કરીને સિમાંકનને લઈને યાદી તૈયાર કરવાની કામગીરી આરંભી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોનાને લઈને કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે. મતદાનના સમયમાં બે કલાકનો વધારો કરવાની હિલચાલ ચાલી રહી છે. એટલું જ નહીં મતદારોને મતદાન વખતે ડિસ્પોઝલ ગ્લોવ્ઝ આપવામાં આવશે. એક મતદાન કેન્દ્ર પર માત્ર 700 જેટલા જ મતદારો મતદાન કરી શકશે.

રાજ્ય ચૂંટણી સચિવના જણાવ્યા અનુસાર, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. 2015નાં નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ હતી, તેની 5 વર્ષની મુદત નવેમ્વબર 2020 માં પુર્ણ થઈ રહી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાનાં ભૌગોલિક વિસ્તારોમાં વધારો થયો છે અને 5 મહાનગર પાલિકાનાં વિસ્તારોમા જે વધારો થયો છે, તેમાં નવેસરથી વોર્ડ રચના કરવામાં આવશે. બેઠકોની ફાળવણી કરવામાં આવશે. જેની કામગીરી આગામી 2 થી 3 દિવસમાં કરવામાં આવશે. નવી બનેલી નગરપાલિકાઓનાં સીમાંકન નક્કી કરાશે.

Exit mobile version