Site icon hindi.revoi.in

ભારતની જેમ 1300 વર્ષથી ચીનમાં ઈસ્લામની હાજરી છતાં હજી સુધી ‘પાકિસ્તાન’ બની શક્યું નથી, જાણો કેમ?

Social Share

આનંદ શુક્લ

ઈસ્લામ એક પૂજાપદ્ધતિ તરીકે સ્વીકૃતિને પાત્ર છે. પરંતુ પોલિટિકલ ઈસ્લામ હંમેશા સમસ્યા પેદા કરે છે. પોલિટિકલ ઈસ્લામે ખુદ સાઉદી અરેબિયા સહીતના ખાડી દેશોમાં સમસ્યા પેદા કરી છે. જ્યારે ધાર્મિક વ્યાખ્યાઓને રાજકીય અર્થોમાં ઢાળવામાં આવે છે, ત્યારે તે પૂજાપદ્ધતિ સંબંધિત ક્રિયાકલાપ રહેતી નથી. પોલિટિકલ ઈસ્લામને કારણે બ્રિટનના હાલના વડાપ્રધાન બોરિસ જોનસન સહીતના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વૈશ્વિક નેતાઓ ઈસ્લામને સીધી કે આડકતરી રીતે સમસ્યા માને છે.

ચીનમાંથી આવા કોઈ નિવેદનો તો સામે આવતા નથી. પરંતુ ચીનમાં ઈસ્લામના પહોંચ્યાને 1300 વર્ષ થયા છે, પરંતુ ચીનનું ઈસ્લામ પ્રત્યેનું વલણ જોનસન કે ટ્રમ્પ જેવા વૈશ્વિક નેતાઓ કરતા ઘણું બધું વધારે કહી જાય છે. ચીનમાં ઈસ્લામનો ઈતિહાસ ખુદ ઈસ્લામના ઈતિહાસ જેટલો જૂનો છે. તેમ છતાં ચીન દ્વારા ઈસ્લામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક બહારી મજહબ જેવો જ છે. ચીન કમ્યુનિસ્ટ દેશ છે અને સ્ટેટ તરીક ચીન ધર્મમાં આસ્થા ધરાવતો નથી. પરંતુ બૌદ્ધ, કન્ફ્યુઝિયમ, તાઓઈઝ સહીતની વિવિધ આસ્થાઓમાં માનનારા લોકો ચીનમા છે. પરંતુ તેમના કરતા મુસ્લિમો અને ઈસ્લામ પ્રત્યે ચીનની પાકિસ્તાન સાથે સદાબહાર મૈત્રી નિભાવતી સામ્યવાદી સરકારનું વલણ બેહદ અમાનવીય ગણી શકાય તેવી શ્રેણીમાં આવે છે.

Zhēn zhǔ (ઝેન ઝ્હુ)ને મોટાભાગે અલ્લાહ શબ્દના ભાષાંતર તરીકે વાપરવામાં આવે છે. ચીની મુસ્લિમો માટે ઈતિહાસમાં અલ્લાહ માટે શબ્દ શોધવામાં ઘણો સંઘર્ષ કરવો પડયો છે. ચીનના ભાષણકારો દ્વારા અલ્લાહ શબ્દનો ઉપયોગ વારંવાર થતો નથી. આની પાછળનો ઉદેશ્ય અન્ય વિચાર સાથે ગુંચવાડો ટાળવાનો અને દિવ્યતામાં સર્વસમાવેશકતાની લાગણીને ઉભારવાનો છે. ચીનના મુસ્લિમો પોતાની હાજરી અને ઓળખ જાળવવાના ઈરાદે ચીની અને ઈસ્લામિક વિચારોને સાંસ્કૃતિક અને રાજકીય પરિદ્રશ્યમાં ઉપયોગમાં લેતા જોવા મળે છે.

ચીનમાં ઈસ્લામની હાજરીને 1300 વર્ષથી વધારે સમય વીતી ચુક્યો છે. ઈસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબ ઈ.સ. 632માં મૃત્યુ પામ્યા હતા. તેના થોડાક સમયગાળામાં ઈ.સ. 651માં ચીનના શાંક્સી પ્રાંતના શિયાન શહેરમાં મુસ્લિમોને ટેંગ વંશના સમ્રાટ ગ્વોઝોન્ગે સત્તાવાર રીતે પોતાનો મજહબ પાળવાની પરવાનગી આપી હતી.

ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના એટલે કે સીપીસીનું સિંગલ પાર્ટી પોલિટિકલ કલ્ચર છે. સીપીસી દ્વારા મુસ્લિમોને અંતિમવાદી અને બહારી ઈસ્લામિક વિચારોથી દોરવાતા રોકવા માટે અને મંડેરીન અને ચીની કાયદોઓ શીખવા માટે રિએજ્યુકેશન કેમ્પસમાં મોકલવામાં આવે છે.

ચીનમાં 1300 વર્ષના સમયગાળામાં મુસ્લિમો અને હાન વંશી ચીનીઓ વચ્ચે આંતરજાતીય લગ્નો થયા છે. તેમણે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ પણ સ્વીકારી છે. તેમ છતાં મુસ્લિમોને ચીનમાં સતત એક વિદેશી પૂર્વજો ધરાવતા સમુદાય તરીકે જોઈને તેમના પર ચીનનું રાજ્યતંત્ર બિલકુલ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી.

આના દ્વારા વંશીય-ધાર્મિક જૂથો અને સંબંધોને દેશમાં આત્મસાત કરવાના સીપીસીના લક્ષ્યને આગળ વધારવામાં સુવિધા ઉભી થાય છે. જો કે ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ચીનમાં પણ મુસ્લિમો વિદેશી મૂળિયા ધરાવતા હોય તેવી સંખ્યા ઘણી ઓછી છે. વ્યક્તિના ઈસ્લામ અંગિકાર કરવાથી બહારીની જેમ વ્યવહાર કરવાની હકીકતથી સદીઓથી ચીન કદાચ પરિચિત છે અને ઈસ્લામિક દેશ પાકિસ્તાન સાથે સદાબહાર દોસ્તી છતાં તેનો ઈસ્લામ પ્રત્યેનો આવો વ્યવહાર આનો પુરાવો પણ છે.

ચીનમાં કબૂલાત ઇતિહાસની નજરથી ઇસ્લામિક શિષ્યવૃત્તિ અને સાહિત્યની દુનિયા છતી થાય છે કે સરેરાશ, શિક્ષિત મુસ્લિમ પણ ચીન સાથેના ભારત અથવા ખોરાસન સાથે વધુ જોડાશે.

ચીનમાં કબૂલવામાં આવેલા ઈતિહાસની દ્રષ્ટિથી ચીન દ્વારા ઈસ્લામિક વિદ્વતા અને સાહિત્ય મામલે ખુલાસો કરવામાં આવ્યો છે કે સરેરાશ, શિક્ષિત મુસ્લિમ પણ ચીન કરતા વધારે ભારત અથવા ખોરાસાન એટલે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના વિસ્તારો સાથે વધુ જોડાણ અનુભવશે. મહત્વપૂર્ણ છે કે ચીનમાં પેલેસ્ટાઈન, લેબેનોન અને જોર્ડન એમ ત્રણેયની કુલ વસ્તી જેટલા મુસ્લિમો વસવાટ કરે છે.

જો કે મુસ્લિમો સાંસ્કૃતિક રીતે પોતાને અનુકૂળ બનવા માટે સક્ષમ હતા. તેમ છતાં તેઓને વુશી ફેન્કે અથવા પાંચમી પેઢીના વિદેશીનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે મોટાભાગના મુસ્લિમ વસાહતીઓ વેપારીઓ હતા અને કન્ફ્યુશિયન સામાજીક વંશવેલાએ તેમને સામાજીક સ્તરે છેક નીચેના સ્થાને મૂક્યા છે. સોંગ વંશના શાસન દરમિયાન, મુસ્લિમોનું ચીનમાં સતત સ્થળાંતર થતું હતું અને તેંગ વુશી ફેન્ક સતત ધન અને રાજકીય શક્તિ મેળવતા રહ્યા હતા.

1279થી 1368ના મંગોલ શાસનના સમયગાળામાં સામ્રાજ્યના મુસ્લિમ ક્ષેત્રોમાંથી ચીન લાવવામાં આવતા મુસ્લિમ પ્રશાસકો તેમના વિકાસનો મુખ્ય આધાર બન્યા હતા. મુસ્લિમો આ સમયગાળામાં ચીનમાં કદ અને સંપત્તિની દ્રષ્ટિએ વિકસિત થયા હતા. પરંતુ તેઓ હાન વંશી ચીની સમુદાયના મુખ્યપ્રવાહથી અલગ-થલગ રહેતા હોવાથી તેમના બિનભરોસાપાત્ર સમુદાય તરીકે જોવામાં આવતા હતા.

1368-1644ના સમયગાળામાં મિંગ વંશે ચીનમાં સ્વશાસન સ્થાપિત કર્યું અને મંગોલો પ્રત્યે મિંગ વંશના શરૂઆતના શાસકો શંકાથી જોતા હતા. તેમને ચીનની ગ્રેટ વોલની પેલી બાજું ધકેલી દીધા હતા. એટલે કે મંગોલ આક્રમણખોરોને ચીનથી દૂર રાખવા માટે જ ચીનની ગ્રેટ વોલને મિંગ વંશીઓએ બનાવી હતી. મંગોલોના શાસનકાળમાં પ્રશાસનમાં સામેલ અન્ય સમુદાય સાથે મુસ્લિમોને રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. મંગોલો સાથે મુસ્લિમોની સાંઠગાંઠની આશંકાને કારણે હાન વંશી ચીનીઓના મનમાં વધુ અવિશ્વાસ પેદા થયો હતો.

આ તણાવને કારણે મિંગ વંશી શાસકોએ બર્બર ગણાતા સમુદાયોના સાંસ્કૃતિકરણની નીતિઓને ઝડપી બનાવી હતી. આ નીતિઓને આત્મસાત કરવાની તરસને કારણે ચીની ભાષા અને સંસ્કૃતિની બાબતોને મુસ્લિમોએ ઝડપથી સ્વીકારી હતી. ચીનની સીપીસી પણ મિંગ વંશી નીતિઓને આગળ વધારી રહી છે.

જો કે 1402થી 1424ના સમયગાળામાં યોંગ્લે જેવા મિંગ વંશી સમ્રાટો અપવાદ હતા. યોંગ્લેએ મુસ્લિમ જનરલ ઝ્હેન્ગ હે (1371-1433)ને સાત સમુદ્ર પાર વ્યાપારની વૃદ્ધિ અને દુનિયા સાથે સંપર્ક બનાવવાનું લક્ષ્ય સોંપ્યું હતું. પરંતુ મિંગ વંશના શાસનકાળમાં ચીન વધુ વંશકેન્દ્રીત રહ્યું અને તેના કારણે ચીનના મુસ્લિમો બાકીના ઈસ્લામિક વિશ્વથી અળગા રહ્યા હતા. 16મી સદી સુધીમાં ઘણાં મુસ્લિમો શાસ્ત્રીય કન્ફ્યુશિયન શિક્ષણ દ્વારા આત્મસાત થઈ ચુક્યા હતા.

ઈસ્લામિક વિશ્વમાં કોઈપણ દેશમાં અરબીનો ઉપયોગ થાય છે, પરંતુ ચીનના મુસ્લિમો માટે ચીની ભાષા જ મોટાભાગે બોલી અને સમજી શકે છે. પરંતુ આ અસરને ખાલવા માટે ચીની ઈસ્લામિક કાયદાની કિતાબ – હાન કિતાબ- બનાવવામાં આવી હતી. તેનો ઉદેશ્ય ઈસ્લામિક રીતરસમો અને મૂલ્યોને ભૂંસાતા અટકાવવાનો હતો.

હાન કિતાબમાં તિઆંફુંગ દિઆનલીના કામને પણ લિયુ ઝ્હી (ca. 1660-ca. 1730) દ્વારા સમાવવામાં આવ્યા છું. લિયુ ઝ્હી ક્વિંગ સામ્રાજ્યનો નાનકીંગ સાથે સંબંધિત વિદ્વાન હતો. કન્ફ્યૂશિયન વિચારોને સામેલ કરીને તેમના ઈસ્લામિક ક્રિયાકલાપોને ઘડવામાં આવ્યા હતા. તેના કારણે લિયુ ઝ્હી જેવા વિદ્વાનોની ચીનના જનજીવનમાં ઘણી સ્વીકૃતિ પણ છે.

લિયુ ઝ્હી અન્ય ચીની યહુદી અને ખ્રિસ્તી ક્ષમાશાસ્ત્રીઓની જેમ પ્રોફેટના ઈસ્લામિક (અથવા વ્યાપક રીતે અબ્રાહમિક) વિચારો અને શેંગના ચીની સ્વરૂપ સાથે શક્તિશાળી જોડાણ દર્શાવ્યું હતું.

ચીનના મુસ્લિમ સમુદાયનો ક્વિંગ યુગથી કદમાં વધ્યો છે. પરંતુ મુસ્લિમો કંઈપણ હશે, પરંતુ ચીનની સંસ્કૃતિ અને ઈતિહાસથી તેઓ બહાર છે. ચીની મુસ્લિમોની હકીકત એ છે કે ચીને 1300 વર્ષથી વધારે સમયગાળો થવા છતાં તેમને પોતાના ગણ્યા નથી અને ગણવા માટે તૈયાર નથી.

તેની સામે ભારતમાં કેરળના મલબાર કાંઠે વેપારી તરીકે આવેલા મુસ્લિમોને આવકારવામાં આવ્યા. તો 712માં સિંધ પર આક્રમણ કરીને જીત મેળવી અત્યાચાર કરનાર મહોમ્મદ બિન કાસિમને એક વિલન તરીકે ભારતમાં જોવામાં આવે છે. 712થી 2019ના સમયગાળામાં ભારતમાં મુસ્લિમોને પોતાના કરવા માટે ભક્તિ આંદોલનથી માંડીને મહાત્મા ગાંધી સુધી કોશિશો થઈ હતી. પરંતુ 14 ઓગસ્ટ-1947નો દિવસ મુસ્લિમોને પોતાના કરવાની ભારતીય રીતરસમોને નિષ્ફળ સાબિત કરનારો હતો અને ભારતને તોડીને પાકિસ્તાન બનાવનારો હતો. ભારતની હકીકત એ છે કે ભારતના મુસ્લિમોના 90 ટકાથી વધારેના પૂર્વજો ભારતીય મૂળના છે અને તેઓ ખરેખર વિદેશી નથી. છતાં ભારતને તોડીને પાકિસ્તાનનું બનવું અને ખંડિત ભારતની આઝાદીના 72 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરને મુસ્લિમ રાજ્ય તરીકેની અઘોષિત માન્યતા આપતી કલમ-370 અને કલમ-35-એને ચાલુ રાખવાના ધમપછાડા અને કથિત સેક્યુલર રાજકારણ દર્શાવે છે કે ભારત માટે ઈતિહાસને યાદ રાખવો જ ઈતિહાસનું પુનરાવર્તન અટકાવી શકશે. જ્યારે 1300 વર્ષથી વધુ સમયગાળાથી ઈસ્લામની ચીનમાં હાજરી હોવા છતાં ચીનના 90 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં પણ ભાગલાવાદી-આતંકવાદી પ્રવૃત્તિ ચાલી શકી નથી. ચીનમાં કોઈ પાકિસ્તાન 1300 વર્ષથી વધુ સમયગાળાની ઈસ્લામની હાજરી છતાં ઉભું થઈ શક્યું નથી અને તેનું રહસ્ય મિંગ વંશી શાસકોથી જિનપિંગના શાસનકાળ સુધીની ચીનની ઈસ્લામ અને મુસ્લિમો પ્રત્યેની નીતિ-રણનીતિમાં રહેલું છે. વક્રોક્તિ છે કે આવું ચીન ભારતના ટુકડા કરીને ઈસ્લામના નામે બનેલા પાકિસ્તાનનું સદાબહાર મિત્ર છે અને ઈસ્લામિક વિશ્વની નેતાગીરી લેવા માટે ધમપછાડા કરતું પાકિસ્તાન ચીનના મુસ્લિમોને ઈસ્લામ અનુસરવા પર જ લગાવવામાં આવેલા સામ્યવાદી શાસનના પ્રતિબંધો છતાં એક હરફ ઉચ્ચારવા માટે તૈયાર નથી!

Exit mobile version