Site icon hindi.revoi.in

બિહારની જનતાના નામે પીએમ મોદીએ લખ્યો પત્ર – રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારની જરુર

Social Share

હાલમાં બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ,તે પહેલા દેશના વડાપ્રધાન મોદીએ ગુરુવારના રોજ બિહારની જનતાના નામે એક ખાસ પત્ર લખ્યો છે, આ પત્રમાં પીએ મોદીએ એનડીએ પર વિશ્વાસ બનાવી રાખવા તેમજ રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારને પસંદ કરવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ બિહારની જનતાને સંબોઘિત કરતા લખ્યું છે કે,

મારા પ્રિય ભાઈઓ અને બહેનો,

સાદર પ્રણામ.

આજે, આ પત્રના માધ્યમથી  તમારી સાથે બિહારના વિકાસ, એનડીએ પર વિશ્વાસ અને વિશ્વાસ જાળવવાના એનડીએના સંકલ્પ વિશે વાત કરવા માંગુ છું. યુવાઓ હોય કે વૃદ્ધ, ગરીબ હોય કે ખેડુતો, દરેક વર્ગના લોકો જે રીતે આશીર્વાદ આપવા આગળ આવી રહ્યા છે, તે આધુનિક અને નવા બિહારનું ચિત્ર દર્શાવે છે.

બિહારમાં લોકતંત્રના મહાપર્વ દરમિયાન મતદારોના ઉત્સાહ એ આપણા બધાને વધુ ઉત્સાહથી કામ કરવા બાબતે પ્રેરીત કર્યા છે.  બિહારમાં લોકશાહીની પ્રથમ કૂંપળ ફૂટી,જ્ઞાન વિજ્ઞાન,શઆસ્ત્ર અર્થશાસ્ત્ર દરેક પ્રકારે બિહાર સમૃદ્ધ રાજ્ય રહ્યું છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ ના મંત્રને પગલે એનડીએ સરકાર બિહારના ભવ્ય ભૂતકાળને પુનર્સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ  અને કટીબદ્ધ છે.

મિત્રો,

આ આપણા તમામ માટે એક ગર્વનો વિષય છે કે, બિહાર ચૂંટણીનું તમામા ધ્યાન વિકાસ પર કેન્દ્રીત રહ્યું, એનડીએ સરકાર એ વિતેલા વર્ષોમાં જે કાર્ય કર્યા છે, તેના અમે ન માત્ર વિકાસ કાર્ડ રજુ કર્યા પરંતુ જનતા જનાદન સમક્ષ આગળનું વિઝન પણ રાખ્યું, લોકોને વિશ્વાસ છે કે, બિહારનો વિકાસ એનડીએ સરકાર જ કરી શકે છે.

સાહીન-

 

Exit mobile version