1. Home
  2. LED બલ્બ, ટ્યુબલાઈટ અને પંખા બાદ હવે સરકાર જનતાને રાહતદરે AC પુરા પાડશે

LED બલ્બ, ટ્યુબલાઈટ અને પંખા બાદ હવે સરકાર જનતાને રાહતદરે AC પુરા પાડશે

0

નવી દિલ્હીઃ ક્લાઈમેટ ચેન્જના કારણે ઉનાળામાં ગરમીનો પ્રકોપ વધ્યો હતો. ઉનાળાની કાળઝાળથી બચવા માટે લોકો પંખા, AC અને કૂલરનો વપરાશ કરે છે. એસી વસાવુ મોટાભાગનું સ્વપ્ન હોય છે, પરંતુ ACની કિંમત ઉંચી હોવાથી લોકો પોતાનું આ સ્વપ્ન પુરી કરી શકતા નથી. જો કે, લોકોનું આ સ્વપ્ન સરકાર સાકાર કરશે. સરકાર રાહત દરે જનતાએ AC પુરા પાડશે. એટલું જ નહીં વધારે લાઇટ બિલની ઝંઝટથી પણ છુટકારો અપાવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર દેશની જનતાએ ઉજાલા યોજના હેઠળ રાહત દરે LED બલ્બ, પંખા અને ટ્યુબલાઈટ પુરા પાડી રહી છે. સરકારની આ યોજનાને સમગ્ર દેશમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે સરકાર જલ્દી સસ્તા AC બજારમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. સરકાર માર્કેટ રેટથી 15 ટકા સસ્તા અને બ્રાન્ડેડ AC ખરીદવાની તક આપશે. સરકારી કંપની EESL જલ્દી ભારતીય બજારમાં સસ્તા એસી લોન્ચ કરશે.

સરકારી યોજના હેઠળ AC ઘરે બેઠા એક ક્લિક ઉપર ખરીદી શકાશે. આ ઉપરાંત લોકોને એક્સચેન્જનો લાભ પણ આપવામાં આવશે. આ ACથી લાઇટના બિલમાં લગભગ 35-40 ટકાનો ઘટાડો થશે. સરકારની આ સુવિધા આગામી દોઢ મહિનામાં શરૂ કરે તેવી શકયતા છે. સરકારી કંપનીને દુનિયાની જાણીતી કંપનીઓ AC સપ્લાય કરવાની રેસમાં છે. ગ્રાહકોને જુલાઈ સુધીમાં સસ્તા AC મળવાના શરુ થઈ જશે. કંપનીએ આગામી વર્ષ સુધી 2 લાખ લોકોને AC વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ ACને એવા જ ગ્રાહકો ખરીદી શકશે જેના નામ ઉપર લાઇટનું કનેક્શન હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.