Site icon Revoi.in

નેતા,અધિકારીઓ,અને હસીનાઓ, હની ટ્રેપના 90 વીડિયો જોઈને આશ્ચર્યમાં એસઆઈટી

Social Share

5 ખૂબસુરત શિકારી,20 અનાડી શિકાર,90 રંગીન વીડિયો અને સાથે 15 કરોડનું હની ટ્રેપ,સરકારને બ્લેકમેલ કરવાનું કાવતરું,મધ્ય પ્રદેશમાં થયેલા વીડીયો બ્લેકમેલ કાંડમાં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ અનેક અવનવા ખુલાસાઓ થતા જાય છે

મધ્ય પ્રદેશમાંથી મળેલા એક સમાચારે ત્યાના નેતાઓ,અધિકારીઓ,ઠેકેદારો અને એન્જિનિયરોની ઉંધ ઉડાવી દીધી છે,મળતી માહિતી મુજબ પાંચ યુવતીઓના ગૃપે સત્તામાં બેસેલા મંત્રીઓ,વિપક્ષના નેતાઓ,અધિકારીઓ,ઠેકેદારો અને એન્જિનિયરોને પોતાની ખુબસુરતીની માયાજાળમાં ફસાવીને ગુપ્ત કેમેરા વડે વીડિયો બનાવી તેમની કરતુતોને કેમેરામાં કેદ કરી છે, વીડિયો એ પ્રકારનો છે કે જો વાયરલ થાય તો તે દરેકની ઈજ્જત દાવ પર લાગી જાય,મળતા સમાચાર મુજબ  પાંચ ખુબસુરત હસિનાઓએ 2 કે 5 નહી પરંતુ 20થી પણ વધુ વ્હાઈટ કૉલર જોબ કરતા ઈજ્જતદાર લોકોના અશ્લિલ વીડિયો બનાવ્યા છે,મધ્યપ્રદેશના આ સૌથી મોટા બ્લેકમેલ કાંડની તપાસ માટે ચોક્કસપણે સ્પેશિયલ ઈન્વેસ્ટિંગેટીવ ટીમ અટલે કે એસઆઈટી બનાવવામાં આવી છે.

 તપાસમાં અનેક અવનવા ખુલાસાઓ થતા રહ્યા છે, થઈ રહેલા ખુલાસામાં મંત્રીઓ જ નહી પરંતુ પોલીસના પણ શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા છે,આ દરેક કહેવાતા ઈજ્જતદાર લોકોના અશ્લિલ વીડિયો બવાનનામાં આવ્યો છે તેમનાજ મોઢેથી આ મામલામાં અનેક રાઝ ખુલી રહ્યા છે,જેને સાંભળીને દરેક લોકો હેરાન થઈ જશે.

પોલીસ અને એસઆઈટીની હાલ સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, પાંચ શાતિર હસીનાઓએ આ ખુબસુરત મિજાજનો ફાયદો ઉઠાવીને 20 જેટલા વીડિયો બનાવ્યા છે,જેમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષના કેટલાક નેતાઓથી માંડીને કેટલાક સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.તે સિવાય પણ આ કાંડમાં એન્જિનિયર,વ્યાપારીઓ અને ઠેકેદારો પણ હસીનાની બિછાવેલી જાળથી બચી શક્યા નથી , હસીનાઓ 20થી પણ વધુ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે.

આ હસીનાઓએ દરેક લોકોના મળીને કુલ 90 વીડિયો બનાવ્યા છે,જેમા તેમની સાથે ક્લાઈંટની રાસલીલાના વીડિયો કેદ છે,ખાસ વાત તો એ છે કે આ 90 વીડિયોમાંથી 30 વીડિયો તો માત્ર નેતાઓ અને મંત્રીઓના છે, તે સિવાય આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના પણ વીડિયો સામે આવ્યા છે,પોલીસને આરોપી મહિલાઓ પાસેથી 90 વીડિયોની સાથે સાથે 8 સીમકાર્ડ પણ મળી આવ્યા છે.જેનો સંપુર્ણ રેકોર્ડ તપાસ કરવામાં આવી રહી છે,જો કે પોલીસે તેને રેકોર્ડમાં નોંધ્યો નથી પરંતુ ફોરેન્સિક તપાસ માટે આ દરેક સબુતને લૅબમાં મોકલી આપવામાં આવ્યો છે.

જે 20 નેતાઓ અને મંત્રીઓના વીડિયો બનાવવામાં આવ્યા છે તેના બદલામાં તેમના પાસેથી મોટી રકમની વસુલી પણ કરવામાં આવી હતી,હાલ સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે,શિકારી હસીનાઓ અત્યાર સુધી પોતાના શિકાર પાસેથી 15 કરોડ જેવી મોટી રકમ પડાવી ચૂકી છે,જેમાં અલગ અલગ શિકાર પાસેથી 50 લાખ રુપિયા થી લઈને 3 કરોડ સુધીની રકમનો સમાવેશ થાય છે,જેનો જેટલું મોટુ પદ તેના પાસે તેટલી જ મોટી રકમની વસુલી.

બ્લેકમેલ હસીનાઓનો ગંદો ખેલ કેટલાક વર્ષોથી ચાલી રહ્યો હતો,જેમાં ભાપાલ થી લઈને ઈન્દોર સુધી,નેતાઓ થી લઈને નોકર સુધી,વ્યાપોરીઓથી લઈને છેકેદાર સુધી કેટલાક મહાન લોકો ટ્રેપ થી ચૂક્યા છે,આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે, ઈન્દોર નગર નિગમના એક એન્જિનિયરને પોતાની જાળમાં ફસાવ્યા બાદ તેના પાસે કરોડો રુપિયાની માંગણી કરવામાં આવી,અને એન્જિનિયરે આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી,ત્યાર પછી પોલીસે પ્લાનિંગથી  તે બ્લેકમેલ કરનારી મહિલાને ઈન્દોર સુધી બોલાવી અને તેને પકડ્યા બાદ એક પછી એક કરીને અન્ય ત્રણ આરોપી મહિલાઓ પોલીસના સકંજામાં આવી.

ત્યારે હવે સવાલ એ ઉઠવા પામ્યો છે કે,આટલા મોટા પાયે ચાલી રહેલા સેક્સ રેકેટ વિશે શું પોલીસને પહેલાથી ખબર નહોતી,સવાલ એ પણ છે કે,જે મંત્રીઓ,નેતાઓ અને અધિકારીઓ અત્યાર સુધી આ કાંડનો શિકાર થઈ રહ્યા હતા તે હમણા સુધી ચુપ કેમ હતા,પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહિલા હસીનાઓ ક્લબમાં ક્લાઈંટને ફસાવવા સિવાય પણ કેટલીક હાઈ પ્રોફાઈલ ધરાવતા લોકોની પાર્ટીઓમાં પણ પહોંચી જતી હતી.

હની ટ્રેપમાં ઘરપકડ કરાયેલી મહિલાઓ લેટ નાઈટ પાર્ટીઓની શોખીન હતી,તેમના મોબાઈલમાંથી શરાબની પાર્ટી કરતા કેટલાક વીડિયો મળી આવ્યા છે.વધારે કરીને શનિવારની રાત્રે તેઓ હાઈવે પાર્ટીના નામથી પિકનિક એન્જોય કરતી હતી, હાઈવે પાર્ટીઓ ભોપાલ-ઈન્દોર ફોરલેન રોડ પર થતી હતી,તે સિવાય પણ સીહોર બાયપાસ પાસે આવેલા રિસોર્ટમાં અને મોટી મોટી હોટલોમાં અને ફાર્મ હાઉસમાં આ પ્રકારની પાર્ટીઓનું આયોઆજન કરવામાં આવતું હતુ.આ પાર્ટીઓમાં મોટા મોટા નેતાઓ,મંત્રીઓથી માંડીને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને બાલાવવામાં આવતા હતા.

ખાસ વાત તો એ છે કે,આ બ્લેકમેલ મહિલાઓની સાજીસનો શિકાર થયેલા 20 લોકોમાંથી સાત-આઠ તો એવા પણ લોકો છે કે જેમને આ હસીનાઓના બદ ઈરાદાઓ વિશે પુરેપુરી માહિતી હતી,આ વિશે માહિતી આ મહિલાઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનની વાતચીત અને મેસેજના માધ્યમથી પોલીસેને મળી આવી છે, આ જ કારણ છે કે પોલીસ તેને સંગઠિત ગુના તરીકે ગણાવી રહી છે અને તેની ખૂબ જ ગુપ્ત રીતે પૂછપરછ કરી રહી છે,તે ઉપરાંત પોલીસ વહીવટતંત્રના વરિષ્ઠ અધિકારીઓને પણ આ આરોપીને મળવાની છૂટ આપવામાં આવી નથી.