Site icon Revoi.in

લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા

Social Share

ચૂંટણી પંચના કમિશનર એશોક લવાસાની પત્ની નોવેલ સિંધલને આયકર વિભાગ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી, ત્યારે આ આયકર વિભાગની નોટીસના મામલાએ જોર પકડ્યું છે, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, નિષ્પક્ષ અમ્પાયરને નિષ્પક્ષતા માટેની આ સજા છે, આ છે ભાજપનો માર્ગ. આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે, મને આશ્ચર્ય નથી. આ મોદી અને શાહ મોડેલ સરકારની નીતિ છે. આ તો માત્ર શરૂઆત છે. હજું તો  ઘણુ બધુ થશે,, પરંતુ સત્યમેવ જયતે.

ઉલ્લેખનીય છે કે,અશોક લવાસા એ જ ચૂંટણી કમિશનર છે કે, જેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંધનના આરોપમાં પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના અધ્યક્ષ અમિત શાહને ક્લીનચીટ આપવા બદલ અસંમતિ દર્શાવી હતી,લવાસાએ પીએમ મોદી અને અમિત શાહને 11 આરોપોમાં ક્લીનચીટ આપવા માટેના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના વિરોધમાં આચારસંહિતા ભંગની ફરિયાદોની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિમાં સીઈસી સુનિલ અરોડા, ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલચંદ્રનો સમાવેશ થાય છે. મોદી અને શાહને ક્લિનચીટ આપવા અંગે લવાસાનો મત અન્ય બે સભ્યોથી જુદા હતા અને તેઓ આ આરોપોને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા હતા. પરંતુ બહુમતીથી લીધેલા આ નિર્ણયમાં બંનેના વર્તનને આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં નહોતું આવ્યું જેના કારણે  પીએમ મોદી અને અમિત શાહને ક્લિનચીટ આપવામાં આવી હતી. અને લવાસાને તેના મતમાં સફળતા પ્રાપ્ત નહોતી થઈ.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના કમિશનર અશોક લવાસાની પત્ની નોવેલ સિંધલ લવાસા એક ડર્ઝનથી પણ વધું કંપનીઓના ડિરેક્ટર મંડળમાં સામેલ છે,નોવેલને ચાર વિદ્યુત કંપનીઓના બોર્ડમાં એક જ દિવસે નિયૂક્ત કરવામાં આવ્યા હતા,અશોક લવાસા પણ વિદ્યુત બોર્ડમાં થોડા સમય માટે ખાસ સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે,પોતાના કાર્યકાળના લાંબા સમયમાં લવાસાએ ગૃહ મંત્રાલય,નાણાં મંત્રાલયમાં સેવા આપવા સિવાય પણ રાજ્ય સ્તરે પણ ઘણા કાર્યો કર્યા છે

અશોક લવાસાની પત્ની નોવેસ સિંધલ લવાસા એક જ દિવસમાં 14 સપ્ટેમ્બર,2016ના રોજ રીસાટ્ઝ માઈસોલર 24 પ્રાઈવેચ લિમિટેડ,વેલસ્પન સોલર ટેક પ્રાઈવેટ લિમિટેડ,વેલસ્પન એનર્જી રાજસ્થાન પ્રાઈવેટ લિમિટેડ અને વેલસ્પન સોલર પંજાબ પ્રાઈવેટ લિમિટેડમાં નિયૂક્તિ કરવામાં આવી હતી,અડધો ડઝન વિદ્યુત કંપનીઓ સિવાય પણ તે બીજી કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે.