Site icon Revoi.in

દેશમાં કેરી રસીકો માટે રાહતઃ કેરીના પરિવહન માટે ખાસ ટ્રેન સેવા શરૂ કરી

Social Share

મુંબઈઃ ઉનાળાના આરંભ સાથે જ ફળોના રાજા કેરીની સિઝન શરૂ થઈ ગઈ હતી. બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. જો કે, કોરોના મહામારીને પગલે કેરીનું એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં પરિવહન સરવું મુશ્કેલી પડી રહ્યું છે. આ બધી અડચણોને નાથવા અને કેરીનો લાભ લોકો ઉઠાવી શકે એ માટે, એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. ‘કેરી સ્પેશ્યલ ટ્રેન’ શરૂ કરવામાં આવી છે. જેનો ફાયદો કેરી શોખીનોની સાથે વેપારીઓ અને ખેડૂતોને પણ થશે

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં દેશમાં કેરીની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. કરીની અલગ અલગ જાતો છે, જેમ કે કેસર, હાફૂસ, નીલમ, પાયરી, લંગડો, સુંદરી, તોતાપુરી, બારમાસી, લીમડી, અને બીજી અન્ય જાતો બજારમાં જોવા મળી રહી છે. કોરોનાને પગલે કેરીનું પરિવહનમાં અડચણો ઉભી થઈ છે. જેથી ખાસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે.

સીઝનની પેહલી ‘કેરી સ્પેશ્યલ ટ્રેન’ બુધવારે આંધ્ર પ્રદેશના વિજયનગરમ થી શરૂ થઈ છે. વિજયનગરથી 1800 કિમીથી વધુનું અંતર કાપી ટ્રેન દિલ્હીના આદર્શ નગર રેલવે સ્ટેશન પર પોહચી હતી. આ ટ્રેન 11,600 બોક્સની અંદર અંદાજિત 200 ટન કેરીઓ હતી. આ ટ્રેનની સુવિધા વાલ્ટેયર ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવી હતી. વાલ્ટેયર ડિવિઝન જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચેન ચાલુ રાખવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.