Site icon Revoi.in

‘ટિકિટ નહીં મળવાને પર્સનલ ઇસ્યુ નહીં બનાવું, PM મોદીને સપોર્ટ કરીશ’- કવિતા ખન્ના

Social Share

દિવંગત અભિનેતા અને ભૂતપૂર્વ બીજેપી સાંસદ વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્નાએ ગુરદાસપુર બેઠક માટે પાર્ટી તરફથી ટિકિટ ન મળવા અંગે શનિવારે કહ્યું છે કે, હું આને મારો પર્સનલ મુદ્દો નહીં બનાવું અને હું આ માટે પર્સનલ સેક્રિફાઇસ પણ કરીશ અને મારા ખરા દિલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સપોર્ટ કરીશ. કવિતા ખન્નાએ કહ્યું કે, મને ખરાબ લાગ્યું છે. હું સમજું છું કે કયો ઉમેદવાર ચૂંટણી લડશે એ નિર્ણય કરવાનો હક પાર્ટીનો હોય છે પરંતુ તેની એક રીત હોય છે અને જે રીતે આ કરવામાં આવ્યું, મને રિજેક્ટ થયાની લાગણી થઈ. મને નગણ્ય મહેસૂસ કરાવવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે કવિતા ખન્નાએ શુક્રવારે સંકેત આપ્યા હતા કે તેઓ પોતાના પતિની પૂર્વ લોકસભા સીટ ગુરદાસપુરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. તેમણે કહ્યુ કે ભાજપ દ્વારા સાઇડલાઈન કરવામાં આવ્યા પછીથી ગુરદાસપુરના ઘણા લોકોનું તેમના પર દબાણ છે. તેઓ પંજાબના ગુરદાસપુરથી અભિનેતા સની દેઓલને ટિકિટ આપવાની વાતથી નારાજ છે. જોકે તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો સપોર્ટ જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાએ 1998, 1999, 2004 અને 2014માં ગુરદાસપુર સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિનોદ ખન્નાનું 2017માં અવસાન થઈ ગયું અને ત્યારબાદ તે જ વર્ષે થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડે ભાજપના સ્વર્ણ સાલારિયાને ભારે અંતરથી હરાવ્યા હતા.