- દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનો જન્મદિવસ
- લતા મંગેશકરનો આજે 91 મો જન્મદિવસ
- પીએમ મોદી એ ટવિટ કરી પાઠવી શુભકામના
મુંબઈ: દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર એ એવા કલાકારોમાંના એક છે જેનો અવાજ દરેક પેઢીના હૃદયમાં વસે છે. ભારતની સ્વરકોકિલા તરીકે પ્રખ્યાત ભારતરત્ન લતા મંગેશકર આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ 91 વર્ષના થઈ ગયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, લતા દીદી સાથે વાત કરી અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. લતા દીદી આખા દેશમાં જાણીતા છે. હું ખુદને ભાગ્યશાળી માનું છું કે મને હંમેશા તેમનો પ્રેમ અને આશીર્વાદ મળે છે. એવામાં અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક આવી અણધારી વાતો જણાવીશું, જે તમે કદાચ નહીં જાણતા હોવ.
1. લતા મંગેશકરનું નાનપણનું નામ હેમા હતું, ત્યારબાદ તેનું નામ લતા રાખવામાં આવ્યું હતું. લતા નામ ખરેખર તેના પિતાના નામ બંધનના એક પાત્ર લતિકાથી પ્રેરિત થઈને રાખવામાં આવ્યું હતું.
2. લતા મંગેશકર માત્ર એક જ દિવસ સ્કૂલએ ગયા હતા, કારણ કે તેને તેની બહેન આશાને સાથે રાખવાની મંજૂરી નહોતી.
3.મશહૂર નિર્માતા શશધર મુખર્જીએ અગાઉ લતા મંગેશકરના અવાજને એમ કહીને નકારી દીધી હતી કે તેમનો અવાજ ખૂબ જ પાતળો છે
4.લતા મંગેશકરના વિરોધ બાદ 1959 માં ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ પ્લેબેક કેટેગરી રજૂ કરવામાં આવી હતી.
5. લતા મંગેશકરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તે લગભગ ૩ મહિના પથારીમાં રહ્યા હતા.
6.26 જાન્યુઆરી, 1963 ના રોજ જ્યારે લતાજીએ યે મેરે વતન કે લોગો ગાયું હતું. ત્યારે ત્યાં હાજર જવાહરલાલ નહેરુની આંખ માંથી આંસુ આવી ગયા હતા.
7.એવું કહેવામાં આવે છે કે ‘યે મેરે વતન કે લોગો…..’ ને લતા જી તેની બહેન આશા ભોંસલે સાથે ગાવા માંગતા હતા. બંનેએ સાથે મળીને રિહર્સલ કરી હતી, પરંતુ આશા ભોંસલેએ દિલ્હી જતા પહેલા એક દિવસ આવવાની ના પાડી હતી. આ પછી લતા મંગેશકરને એકલા જ જવું પડ્યું હતું.
8. લતા મંગેશકર રોયલ અલ્બર્ટ હોલમાં પરફોર્મન્સ આપનારી પ્રથમ ભારતીય ગાયિકા છે.
_Devanshi