Site icon hindi.revoi.in

રામ મંદિરના ભૂમિપૂજન પર લતા મંગેશકરે કહ્યું કે ……

Social Share

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે રામમંદિરના ભૂમિપૂજનને લઇ ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જણાવ્યું છે કે કોરોનાને લીધે આજે લાખો રામભક્ત અયોધ્યા નહીં પહોંચી શકે, પરંતુ તેમનું મન અને ધ્યાન શ્રીરામના ચરણોમાં રહેશે. મને ખુશી છે કે આ સમારોહ માનનીય નરેન્દ્રભાઇ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. આજે હું, મારો પરિવાર અને આખી દુનિયા ખૂબ ખુશ છે અને જાણે કે આજે દરેક ધબકાર, દરેક શ્વાસ કહે છે જય શ્રી રામ….

લતા મંગેશકરે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, નમસ્કાર. કેટલાક રાજાઓના, કેટલીક પેઢીઓના અને સમગ્ર વિશ્વના રામભક્તોનું સદીઓથી અધૂરું સ્વપ્ન આજે સાકાર થતું દેખાઈ છે. ઘણા વર્ષોના વનવાસ બાદ ભગવાન શ્રીરામના મંદિરનું પુન: નિર્માણ થઈ રહ્યું છે અને આજે અયોધ્યામાં નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યું છે. માનનીય લાલકૃષ્ણ અડવાણીજીને શ્રેય જાય છે, કારણ કે તેમણે આ મુદ્દે રથયાત્રા કરીને ભારતભરમાં જાહેર જાગૃતિ કરી હતી અને શ્રેય પણ બાલાસાહેબ ઠાકરેને પણ જાય છે. આજે આ શિલાન્યાસનું ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહ્યા છે.

_Devanshi

Exit mobile version