Site icon hindi.revoi.in

અમીરોનું “ક્વિટ ઈન્ડિયા”!: 2018માં 5000 ધનિકોએ ભારત છોડયું

Social Share

નવી દિલ્હી: દુનિયાના અમીરોમાં સામેલ થનારા ભારતીયો ભારતને છોડી રહ્યા છે. એકલા ભારતમાંથી 2018માં લગભગ પાંચ હજાર અમીરો અન્ય દેશોમાં ચાલ્યા ગયા છે. જો કે રસપ્રદ વાત એ છે કે ભારતે જેટલા અમીર ખોયા છે તેનાથી વધારે અમીર પેદા કરી લીધા છે. જો દુનિયામાં અમીરો દ્વારા સ્વદેશ છોડનારા ટોચના દેશોની વાત કરવામાં આવે તો આપણો પાડોશી દેશ ચીન પહેલા ક્રમાંકે છે. ગત વર્ષ લગભગ 15 હજાર જેટલા ધનકુબેરો ચીન છોડીને ચાલ્યા ગયા છે. તેના પછી રશિયા, ભારત, યુકે, ફ્રાંસ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાનો ક્રમાંક આવે છે.

તો ઓસ્ટ્રેલિયા એવો દેશ છે કે જ્યાં આ પલાયન કરનારા અમીરોનું પહેલી પસંદવાળું ઠેકાણું બન્યો છે. અથવા એમ કહો કે પોતાનો દેશ છોડનારા સૌથી વધુ અમીરો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. દુનિયાભરમાંથી લગભગ 12 હજાર અમીર પોતાનો દેશ છોડીને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવા લાગ્યા છે. બાદમાં અમીરો દ્વારા પસંદ કરવામાં કરવામાં આવેલા દેશોમાં અમેરિકા, કેનેડા, કેરેબિયન, ગ્રીસ અને સ્પેનનો ક્રમાંક આવે છે.

અમીરોનું પલાયન

દેશ                ગુમાવેલા અમીરો

રશિયા            7000

ચીન              15000

ભારત             5000

ઈન્ડોનેશિયા       1000

ફ્રાંસ               3000

યુકે                3000

સાઉદી અરેબિયા  1000

બ્રાઝિલ            2000

વસવાટ માટે અમીરોની પસંદગીના દેશ

દેશ                બહારથી આવેલા અમીરો

કેનેડા              4000

યુએસએ           10000

કેરેબિયન 2000

ગ્રીસ              1000

સ્પેન              1000

યુએઈ             2000

સિંગાપોર 1000

ઓસ્ટ્રેલિયા        12000

જો કે ભારતે જેટલા અમીર ગુમાવ્યા છે, તેનાથી વધારે અમીરોને પેદા પણ કરી લીધા છે. બીજા શબ્દોમાં ભારતને અમીરોની ફેક્ટરી કહેવું પણ ખોટું નહીં હોય. આંકડા જણાવે છે કે ભારત અમીર બનાવનારા દેશોમાં ટોચના પાંચમાં સ્થાન ધરાવે છે. આ યાદીમાં એશિયાના ત્રણ દેશો સામેલ છે. ટોચ પર ચીન છે, જ્યાં 2008થી અત્યાર સુધી અમીરોના નિર્માણની ટકાવારી 130 ટકા રહી છે. આ યાદીમાં ભારત ચોથા ક્રમાંકે અને શ્રીલંકા તેના પછી પાંચમા ક્રમાંકે છે.

2008થી વેલ્થ માર્કેટમાં શ્રેષ્ઠ દેખાવ

દેશ પ્રમાણ

ચીન              130 ટકા

મોરેશિયસ         124 ટકા

ઈથોપિયા         102 ટકા

ભારત             96 ટકા

શ્રીલંકા            94 ટકા

2008થી વેલ્થ માર્કેટમાં ખરાબ પ્રદર્શન

દેશ પ્રમાણ

વેનેઝુએલા        -68 ટકા

ગ્રીસ              -37 ટકા

યુક્રેન              -24 ટકા

સાયપ્રસ          -21 ટકા

ઈટાલી            -14 ટકા

જો કે ચિંતાની વાત એ છે કે ભારત ભલે અમીર બનાવવામાં ટોચના પાંચ દેશોમાં સામેલ હોય, પરંતુ અહીં નાણાંની અસમાનતા પણ સૌથી વધુ છે. અહીં 52 ટકા ધન દેશના તમામ લોકોમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારે દેશના 8 ટકા નાણાં માત્ર કેટલાક અમીરો પાસે છે. જ્યારે આ મામલામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, સાઉથ કોરિયા, ફિનલેન્ડ જેવા દેશો પાછળ છે. એટલું જ નહીં જો દુનિયાની વાત કરીએ, તો સરેરાશ 36 ટકા નાણાં જ અમીરો પાસે છે. 64 ટકા મિલ્કત સામાન્ય લોકોમાં વહેંચાયેલી છે.

આર્થિક અસમાનતા

દેશ                અમીરોના હાથમાં મિલ્કત

જાપાન            24 ટકા

ન્યૂઝીલેન્ડ         27 ટકા

નોર્વે               27 ટકા

જર્મની            28 ટકા

સ્વીડન            28 ટકા

ડેનમાર્ક            29 ટકા

સાઉથ કોરિયા     29 ટકા

ફિનલેન્ડ           29 ટકા

ઓસ્ટ્રેલિયા        30 ટકા

કેનેડા              30 ટકા

ભારત             48 ટકા

વૈશ્વિક સરેરાશ     36 ટકા

Exit mobile version