Site icon hindi.revoi.in

અમરનાથ યાત્રા 4 ઓગસ્ટ સુધી રોકવામાં આવી, MP, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Social Share

નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં બુધવારે અને ગુરુવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે. અહીં વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રના નવા માર્ગમાં સવારે ભૂસ્ખલન થયું હતું. તેના પછી અહીંથી આવાગમન રોકીને યાત્રાને પરંપરાગત માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

ભોપાલમાં 11મી બટાલિયનના ડેપ્યુટી કમાન્ડન્ટ અસીમ ઉપાધ્યાયે કહ્યુ છેકે હવામાન વિભાગની ચેતવણી બાદ એનડીઆરએફની ટુકડી રેડ એલર્ટ પર છે. ભોપાલ અને મુંબઈમાં બુધવારે અને ગુરુવારે ભારે વરસાદનું અનુમાન છે. બીજી તરફ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, તેલંગાણા અને નગાલેન્ડમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

કોંકણ, ગોવા,સેન્ટ્રલ મહારાષ્ટ્ર, ગુજરાત સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ રાજસ્થાનમાં પણ મૂસળધાર વરસાદ થઈ શકે છે. પ.બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ,તેલંગાણા અને કર્ણાટકના તટવર્તી વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વૈજ્ઞાનિક પી. કે. સાહાએ કહ્યુ છે કે ભોપાલમાં આ સિઝનમાં 26થી 30 જુલાઈ સુધી પાંચ દિવસમાં 355.8 મીમી વરસાદ થયો છે. જ્યારે 1 જૂનથી 25 જુલાઈ વચ્ચે માત્ર 320.3 મીમી વરસાદ થયો હતો. પાંચ દિવસમાં સોમવારે રાત્રે 11-30 સુધી ત્રણ કલાકમાં સવા 4 ઈંચ વરસાદ સૌથી તીવ્ર હતો. 1 જૂનથી 25 જુલાઈ દરમિયાન 3 જુલાઈની રાત્રે થયેલો 118.2 મીમી વરસાદ સૌથી તીવ્ર હતો. ભોપાલમાં વરસાદનો કોટા 1086.6 મીમી છે, જ્યારે અત્યાર સુધીમાં લગભગ 60 ટકા એટલે કે 676.1 મીમી વરસાદ થઈ ચુક્યો છે.

Exit mobile version