Site icon hindi.revoi.in

યુપી: ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં મોટી ભૂલ,પીએમ મોદી સહીત ઓબામા અને ઓસામાના નામ પણ સામેલ

Social Share

અમદાવાદ: ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં જિલ્લા ચૂંટણીમાં મોટી ભૂલ સામે આવી છે. દેશના વડાપ્રધાન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ, માર્યા ગયેલા આતંકીઓના પણ અહીં મતદાર બનાવવામાં આવ્યા છે. અહીં ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ, બીએસપી સુપ્રીમો માયાવતી,મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું નામ પણ સામેલ છે.

એટલું જ નહીં,અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને આતંકવાદી ઓસામા બિન લાદેન,એક્ટ્રેસ સોનમ કપૂરનું પણ મતદાર યાદીમાં નામ છે. જ્યારથી આ લિસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે ત્યારથી જિલ્લામાં હલચલ મચી જવા પામી છે. ગડબડ સામે આવ્યા બાદ જિલ્લા ચૂંટણી કાર્યાલયની કામગીરી ઉપર સવાલો ઉભા થવા લાગ્યા છે.

અધિકારીએ કહ્યું – હવે નામ હટાવવામાં આવશે

આ મામલો સિદ્ધાર્થનગરની ડુમરીયાગંજ તહસીલના ભૈસહિયા ગામનો છે. ગ્રામજનો પણ માને છે કે આ પ્રશાસનની સૌથી મોટી બેદરકારી છે. આ કિસ્સામાં જિલ્લા અધિકારી દીપક મીણાનું કહેવું છે કે, આ 2015ની સૂચિ છે. હવે આ કેસની તપાસ કરવામાં આવશે અને જે પણ નામનો સૂચિમાં ખોટી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને હટાવવામાં આવશે.

_Devanshi

 

Exit mobile version