Site icon hindi.revoi.in

પૂર્વ વિદેશ પ્રધાનના નિધન પર કુમાર વિશ્વાસનું ટ્વિટ, “જનભાષા કી સંસદીય સુષ્મા સમાપ્ત”

Social Share

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે હ્રદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેમણે દિલ્હીની એમ્સમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 67 વર્ષના હતા. સુષ્મા સ્વરાજના નિધન બાદ ઘણાં દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધન બાદ કવિ કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું છે કે જનભાષા કી સંસદીય સુષ્મા સમાપ્ત હો ગઈ.

કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું છે કે ભારતની રાજનૈતિક શ્રી અનંતમાં વિલુપ્ત થઈ ગઈ. જનભાષાની સંસદીય સુષ્મા સમાપ્ત થઈ ગઈ. વ્યક્તિગત આભાનો એક યુગ જીવીને આપણા સમયની ટોચની વિદુષી, અટલજી બાદની સર્વાધિક સંતુલિત અને સંમોહક સંસદીય વક્તાની વાણીએ વિરામ લઈ લીધો! ઈશ્વરની આલોક સભામાં પદભાર સંભાળો #SushmaSwaraj દી.

સુષ્મા સ્વરાજના પરિવારમાં તેમના પતિ સ્વરાજ કૌશલ અને એક પુત્રી બાંસુરી સ્વરાજ છે. સુષ્મા સ્વરાજ છેલ્લા ખાસા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓની સામે ઝઝૂમી રહ્યા હતા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું. સુષ્મા સ્વરાજને રાત્રે દશ વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો અને બાદમાં તેમને એમ્સ લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટરના સહારે બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમના શરીરે સાથ આપ્યો નહીં અને તેમનું નિધન થયું હતુ.

Exit mobile version