- કેઆરકે એ ટ્વિટ કરીને બોલિવૂડને આડે હાથ લીધુપં
- ક્હયું હું બીજો સુશઆંત નહી બનું
- સલમાલ ખાને કર્યો હતો કેઆરકે પર માનહાનિનો કેસ
મુંબઈઃ- કેઆરકે એટલે કે કમલ રાશી ખાન દરેક વખત હેડલાઇન્સમાં બન્યા રહે છે. તાજેતરમાં જ સલમાન ખાન સાથે વિવાદમાં જોવા મળ્યા ત્યાર બાદ મિકા સિંહ સાથે વિવાદમાં સપડાયા, ભાઈજાનની ફિલ્મ રાધેથી શરૂ થયેલ કેઆરકે વિવાદ હવે બોલિવૂડ સુધી પહોંચી ચૂક્યો છે. કેઆરકે સતત ટ્વિચર પર ટ્વિટ કરીને ચર્ચામાં રહે છે,
ત્યારે હવે કેઓરકે એ ટ્વિટ કરીને કહ્યું છે કે,હું કોઈ બોલિવૂડના કોઈ ગુંડાથી ડરતો નથી અને તે બીજો કોઈ સુશાંત સિંહ રાજપૂત નહીં બને. કેઆરકેના આ ટ્વિટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. જોકે કેઆરકેએ આ ટ્વિટમાં કોઈનું નામ લખ્યું નથી, પરંતુ લોકોનું કહેવું છે કે આ ટ્વિટ સલમાન ખાનને લઈવે કરવામાં આવી છે.
કેઆરકે સીધા સલમાન ખાન સાથે બવાલ કરી હતી અને તેમને ખૂબ સંભાવ્યું પણ હતું. સલમાન ખાને આ મામલે કેઆરકે પર માનહાનિનો દાવો કર્યો હતો. કેઆરકેના મતે રાધેની નકારાત્મક સમીક્ષા બાદ આ કેસ શરૂ થયો છે અને આ કારણથી સલમાને તેમની વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. એક નિવેદન જારી કરતી વખતે સલમાન ખાનની કાનૂની ટીમે સ્પષ્ટતા કરી હતી કે આ કેસ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે તેઓએ તેમને સલમાનને બદનામ કરવા તેઓને ભર્ષ્ટ ગણાવ્યા હતા.
કેઆરકેની ટ્વિટ વાંચ્યા પછી, લોકો વધુ આશ્ચર્યચકિત થયા. કેઆરકેએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘બોલિવૂડ ગુંડ ભાઈ યે તો તમે 100 ટકા માને છે કે હું બહારનો માણસ છું, પરંતુ હું બીજો સુશાંત સિંહ રાજપૂત નહીં બનું , ન તો હું મરીશ અને ન બોલીવુડની જીત થશે. આ વખતે બોલિવૂડનો પરાજય થશે. કારણ કે આ વખતે બોલિવૂડ ખોટી વ્યક્તિ સાથે પંગો લઈ રહ્યું છે.
કેઆરકેએ વધુમાં લખ્યું કે, ‘મેં આ બોલિવૂડના ગલીના ગુંડાઓને ટીવી એક્ટર ન બનાવ્યા તો મારું નામ પણ કેઆરકે નહી. જે દિવસે આ ગુનેગારની કારકીર્દિ ખત્મ થઈ, તે દિવસે તેના ચમચાઓ પણ ખતમ થઈ જશે. હવે આ લડાઇ ક્રોસ આરપારની રહેશે, અને તે આવી હશે કે તે બોલીવુડના ઇતિહાસમાં નોંધવામાં આવશે. વિશેષ વાત એ છે કે આ ટ્વિટ્સ પછી કેઆરકેનું ટ્વિટર એકાઉન્ટ ફરીથી લોક કરેલું જોવા મળે છે. થોડા દિવસ પહેલા, કેઆરકેએ તેનું ટ્વિટર હેન્ડલ અનલોક કર્યું હતું.