Site icon hindi.revoi.in

કૃતિ સેનનની ઓટીટી પ્લેટફોર્મ પર થશે એન્ટ્રી, હવે વેબ સીરીઝમાં પણ જોવા મળશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈ: કોરોનાના કારણે થિયેટરો ઉપર તો હાલ બ્રેક વાગી ગઈ છે, આવા સમયમાં અભિનેતા અને કલાકારો પોતાની ફિલ્મો અને વેબ સીરીઝને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરી રહ્યા છે. આવામાં હવે કૃતિ સેનન પણ ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરવા જઈ રહી છે.

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન પાસે ફિલ્મોના તો ઘણા પ્રોજેક્ટ છે અને તેની સાથે હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર પણ એન્ટ્રી કરવા જઈ રહી છે.

કૃતિ સેનન ઝી5ની અપકમિંગ વેબ સીરીઝ રક્તપથમાં જોવા મળશે. જાણવા મળ્યાનુસાર ઝી5 ટુંક સમયમાં રક્તપથ નામની વેબ સીરીઝનું એલાન કરશે. આ વેબ સીરીધનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે તેવામાં કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

રક્તપથનું ડાયરેક્શન આર.કે.રેડ્ડી કરશે અને તેનું નિર્માણ નરેશ જૈન કરશે. આ સીરીઝમાં કૃતિ સેનન ઉપરાંત પ્રતીક બબ્બર પણ જોવા મળશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેની રાહ જોવાઈ રહી છે.

Exit mobile version