દેશના બંધારણમાંથી કલમ-370ના (1) સિવાયના તમામ ખંડને હટાવવાના નિર્ણય પર રાજ્યસભામા ચર્ચા થઈ રહી છે. ચર્ચામાંભાગ લેનારા મોટાભાગના રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તમિલનાડુની એઆઈએડીએમકે, ઓડિશાની બીજૂ જનતા દળ, મહારષ્ટ્રની શિવસેના, યુપીની બીએસપી, આંધ્રની વાઈએસઆર કોંગ્રેસ, દિલ્હીની આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી બંધારણની કલમને હટાવવાનુ સમર્થન કર્યું છે.
જો કે કોંગ્રેસ અને તમિલનાડુની એમડીએમકેએ કલમ-370 હટાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. આ નેતા જ્યારે ગૃહમાં બોલી રહ્યા હતા, ત્યારે વિરોધ કરી રહેલા સાંસદ હંગામો કરવામાં મશગૂલ હતા.
બીજેડીનું સમર્થન
બીજુ જનતાદળે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાના સંકલ્પનું સ્વાગત કરતા સોમવારે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર યોગ્ય અર્થોમાં આજે ભારતનું અભિન્ન અંગ બની ગયું છે. પાર્ટીના સાંસદ પ્રસન્ન આચાર્યે કહ્યુ છે કે આ નિર્ણયથી ભારતમાતાની શક્તિ વધી છે. તેમણે કહ્યુ છે કે અમે આ દિવસની રાહ જોઈ રહ્યા છીએ કે જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો હિસ્સો ભારમતાં મેળવવામાં આવશે. તેમણે કહ્યુ છે કે અમે ભલે પ્રાદેસિક પક્ષો છીએ અને પ્રાદેશિક આકાંક્ષાઓ રાખીએ છીએ, પરંતુ જ્યારે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાની વાત હોય, તો અમે આખા દેશની સાથે છીએ. આચાર્યે કહ્યુ છે કે આ સંકલ્પનું સ્વાગત કરીએ છીએ. જમ્મુ-કાશ્મીર યોગ્ય અર્થોમાં આજે ભારતનું અભિન્ન અંગ બન્યું છે.
આચાર્યે સંકલ્પના વિરોધમાં ગૃહમાં કેટલાક વિપક્ષી દળોના સદસ્યો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનને બંધારણ વિરોધી ગણાવીને તેને વખોડયું હતું. અન્નાડીએમકેએ પણ અનુચ્છેદ-370 હટાવવા સંબંધિત સંકલ્પ તથા રાજ્યના પુનર્ગઠન વિધેયકને ટેકો આપ્યો છે. અન્નાડીએમકેના નેતા એ. નવનીત કૃષ્ણને ક્હ્યુ છે કે તેમની પાર્ટી આનું સમર્થન કરે છે. તેમણે કહ્યુ છે કે અનુચ્છેદ – 370 એક હંગામી જોગવાઈ હતી. તેમણે કહ્યુ છે કે તેમની પાર્ટીના દિવંગત નેતા જે. જયલલિલતા દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમતાને બનાવી રાખવાના પક્ષધર હતા.
બીએસપીના સાંસદ સતીષચંદ્ર મિશ્રાએ કહ્યુ છે કે કલમ-370 સમાપ્ત થવાથી આખા દેસના મુસ્લીમોને જમ્મુ-કાશ્મીરમાં વસવાટ કરવાની અને ત્યાં પ્રોપર્ટી બનાવવાનો અધિકાર હશે. માટે પાર્ટી પ્રમુખ માયાવતીએ તેનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. મિશ્રાએ ક્હયુ છે કે અમે પહેલા પણ કહ્ય હતુ કે અમે આ બિલનું સમર્થન કરીએ છીએ. તેના કેટલાક કારણ જણાવવા ઈચ્છીએ છીએ. માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ માઈનોરિટી કમ્યુનિટીના લોકો રહેતા નથી. મુસ્લિમ કમ્યુનિટી જેટલી જમ્મુ-કાશ્મીરમાં રહે છે, તેનાથી ઘણા મોટા પ્રમાણણાં આખા દેશમાં રહે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં પોતાની પ્રોપર્ટી બનાવે. ત્યાંના રહીશ બને, તેમનો આ અધિકાર અત્યાર સુધી છીનવાયેલો હતો. પરંતુ હવે દેશભરના મુસ્લિમો, દલિતો, પછાતોને આ હક મી ગયો છે કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં વસવાટ કરી શકશે અને ત્યાં પોતાની પ્રોપર્ટી બનાવી શકશે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે કહેવામાં આવ્યું કલમ-370ને સ્પર્શનારા હાથ બળી જશે, બાલો. આજથી ધમકીની ભાષા સમાપ્ત થવી જોઈએ. અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કેમ બેઠા છે?
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કલમ-370 હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીર પર સરકારના નિર્ણયનું સમર્થન કરીએ છીએ. આશા છે કે આનાથી રાજ્યમાં શાંતિ અને ખુશહાલી આવશે.
એઆઈએડીએમકેના સાંસદ એ. નવનીવતકૃષ્ણને પાર્ટીનો પક્ષ રજૂ કરતા કહ્યુ કે જમ્મુ-કાશ્મીરને લઈને સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા તમામ બિલોનું સમર્થન કરી રહ્યા છીએ.
વાઈએસઆરસીપીના સાંસદ વી. વિજયસાઈ રેડ્ડીએ સરકારનું સમર્થન કરતા કહ્યુ છે કે કલમ-370 વર્ષોથી દેશને ચુભી રહી હતી. તેમણે વડાપ્રધાન અને ગૃહ પ્રધાનનો ધન્યવાદ કરતા કહ્યુ કે હવે જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું પૂર્ણ સમાધાન થઈ જશે.