Site icon Revoi.in

જાણો પેટ્રોલ પંપ પર કઈ સુવિધા બંધ થવા જઈ રહી છે-SBIએ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ

Social Share

મોટે ભાગે આપણે જાણીયે છે કે, લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અથવા ડીઝલ ખરીદતી વખતે પેમેન્ટ માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. તેના પાછળનું કારણે એ છે કે,ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરવા પર કેશબેક સહિતની અન્ય પ્રકારની ઓફર્સ મળતી રહેતી હોય છે. પરંતુ હવે 1લી ઓક્ટોબરથી આ તમામ કેશબેક સુવિધા નહીં મળી શકે.

ભારતીય સ્ટેટ બેંકે પોતાના ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને એક એસએમએસ મારફતે સુચના આપી છે,આ મેસેજમાં બેંકે જણાવ્યું કે, 1લી ઓક્ટોબરથી પેટ્રેલ કે ડિઝલની ખરીદી કરવા પર કાર્ડથી પેમેન્ટ કરવામાં આવતું હતું અને તેમાં 0.75 ટકાનું વળતર મળતું હતુ તે છૂટ બેંક દ્વરા હવે નહી મળે. સાર્વજનિક ક્ષેત્રમાં પેટ્રોલિયમ કંપનીઓની સલાહ ચુનનાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે,હવે છેલ્લા ત્રણ વર્ષથી પેટ્રોલપંપ પર મળતી આ કેશબેકની સુવિધાઓ બંધ થઈ જશે.

વર્ષ 2016માં છેલ્લે નોટબંધી પછી સરકારે સરકારી ક્ષેત્રમાં પેટ્રોલિયમ કંપનિયો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ,ભારત પેટ્રોલ્યમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલ્યમ કોર્પોરેશને ઈંધણની ખરીદી માટે કાર્ડથી ચુકવણી કરવા પર 0.75 ટકા સુધીનું વળતળ આપવાના આદેશ આપ્યા હતા.પેટ્રોલિયમ કંપનિઓએ સરકારના આદેસ પ્રમાણે ડિસેમ્બર 2016માં ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને આ-વોલેટના માધ્યમથી 0.75ના વળતળની સુવિધા શરુ કરી હતી.

આ સાથે સરકારે પેટ્રોલિયમ કંપનીઓને પણ કાર્ડ પેમેન્ટ ફી ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ નો બોજો પણ સહન કરવા જણાવ્યું હતું. સામાન્ય રીતે એમડીઆરનો ખર્ચ રિટેલર દ્વારા ઉઠાવવામાં આવે છે, એમડીઆર એ ફી હોય છે કે, જે દુકાનદાર તમારી પાસેથી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર લે છે.દુકાનદાર દ્વારા વસુલ કરવામાં આવેલી પેમેન્ટની રકમનો એક મોટો ભાગ તેના બેંકના ખાતામાં જાય છે કે જેણે આ પેમેન્ટની ચુકવણી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી કરી હોય. જ્યારે બેંક અને પેમેન્ટ કંપની ઇશ્યૂ કરતું પોઇન્ટ ઓફ સેલ્સ મશીનો રજુ કરનારા બેંક અને પેમેન્ટ કંપનીને પણ આ પૈસા મળે છે.