Site icon hindi.revoi.in

કિરણ ખેર ઉજવી રહી છે 69મો જન્મ દિવસ, કેટલાક પાત્રની દમદાર એક્ટિંગ કરીને દર્શકોના દિલમાં મેળવ્યું સ્થાન

Social Share

મુંબઈ : બોલિવુડમાં પોતાની એક્ટિંગને દમદાર સાબિત કરનાર એક્ટ્રેસ કિરણ ખેર આજે તેનો 69 મો જન્મદિવસ મનાવી રહી છે. કિરણ ખેરનો જન્મ 14 જૂન 1952 માં પંજાબમાં થયો હતો. જ્યારે બોલિવુડની ફેવરેટ માતા વિશે પૂછવામાં આવે ત્યારે સો કોઈની જીભ પર કિરણ ખેરનું નામ આવે છે. કિરણ ખેરે ફિલ્મોની સાથે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

અનુપમ ખેર અને કિરણ ખેરની લવ સ્ટોરી કોઈ બોલિવુડ ફિલ્મથી ઓછી નથી. જ્યારે બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં ત્યારે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.જો કે, તે દરમિયાન અનુપમ ખેરનાં પણ લગ્ન થયાં હતાં અને કિરણ ખેરનાં પણ લગ્ન થયા હતાં. પરંતુ બંને પોતપોતાના લગ્નથી નાખુશ હતા.

કિરણ ખેરની વ્યાવસાયિક જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 1988 માં Pestonjee ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ સરદારી બેગમ, દર્મિયા, દેવદાસ, કર્ઝ, મેં હૂં ના, વીર જારા, મંગલ પાંડે, રંગ દે બસંતી, ફના, કભી અલવિદા ના કહના, ઓમ શાંતિ ઓમ, અપને, સિંઘ ઇઝ કિંગ, દોસ્તાના, કમબખ્ત ઇશ્ક, એક્શન રિપ્લે,ટોટલ સિયાપા અને ખુબસુરત જેવી ફિલ્મોમાં જોવા મળી છે.એક્ટ્રેસને બે વાર નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે

કિરણ ખેર હાલમાં બ્લડ કેન્સર સામે લડી રહી છે. તેની સારવાર ચાલી રહી છે. અનુપમ ખેર અને તેનો પુત્ર સિકંદર કિરણ ખેરની તબિયત વિશે ફેંસને અપડેટ આપતા રહે છે.

Exit mobile version