Site icon hindi.revoi.in

વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ખુદા હાફિઝ’નું ટ્રેલર રીલિઝ

Social Share

મુંબઈ: વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફીઝનું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ રોમેન્ટિક એક્શન થ્રિલર અને વાસ્તવિક ઘટનાથી પ્રેરિત છે. ફિલ્મમાં વિદ્યુત એક લાચાર પતિના રોલમાં જોવા મળશે. જેની પત્ની લાપત્તા થઈ ગઈ છે. બે મિનિટ અને 12 સેકન્ડના આ ટ્રેલરમાં વિદ્યુત જામવાલની એક્ટિંગ આકર્ષણ બની જાય છે. વિદ્યુત જામવાલ અને શિવાલીકા ઓબેરોય લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ લખનઉ અને ઉઝ્બેકિસ્તાનમાં થયું છે.

વિદ્યુત જામવાલ પોતાના પાવરપેક એક્શન મૂવી માટે ઓળખાય છે. તેમાં તે એક્શની સાથે સાથે રોમેન્ટિક અંદાજમાં પણ નજર આવશે. આ ફિલ્મ ફારુક કબીરે ડાયરેક્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ફારુક કબીર ‘રેડ’, સ્પેશિયલ 26 અને ઓંકારા જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચૂક્યા છે. ખુદા હાફિઝ 14 ઓગસ્ટના રોજ ડિઝની હોટસ્ટાર પર રીલિઝ થશે. વિદ્યુત જામવાલ 2019માં કમાન્ડો ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેની ફિલ્મ યારા પણ આ વર્ષે રીલિઝ થનારી છે જે ચાર મિત્રોની વાર્તા પરથી બનેલી છે. જોકે કોરોનાને કારણે તેની રીલિઝમાં વિલંબ થયો છે.

_Devanshi

Exit mobile version