Site icon hindi.revoi.in

લેખાંક-1: ખિલાફત આંદોલન-વર્તમાન પરિપ્રેક્ષ્યમાં

Social Share

 – ડૉ. શ્રીરંગ ગોડબોલે

પ્રથમ મહાયુદ્ધ(1914-1918)ની સમાપ્તિ થઈ રહી હતી ત્યારે ઑટોમન તૂર્કી સામ્રાજ્યનું વિઘટન થયું અને તુર્કસ્તાનના ખલિફાનું પદ જોખમમાં મૂકાયું. મુસ્લિમ જગતની આ ઉથલપાથલને કારણે હિંદુસ્થાનના મુસ્લિમોમાં અસંતોષ નિર્માણ થયો. તેમાંથી જ ખિલાફત ચળવળ(1919-1924)નો જન્મ થયો. ખલીફા(શબ્દશ: અર્થ-ઉત્તરાધિકારી, વિશ્વભરના મુસ્લિમોનો પાંથિક અને ઐહિક વડો.)નું પદ અને અને પ્રતિષ્ઠા અબાધિત રહેવાં જોઇએ એવી ખિલાફત ચળવળની મુખ્ય માગણી હતી. સો વર્ષ પૂર્વે બનેલી ઘટનાઓ પર આજે શું કરવા માથાપચ્ચી કરવી? ઇતિહાસનાં મડદાં ખોદી કાઢવાથી આજે શું મળવાનું છે ? એ અને એવા પ્રશ્નો સર્વસામાન્ય વાચકના મનમાં જાગે તે સાવ સ્વાભાવિક જ છે. ઇતિહાસની બાબતમાં પાછળવાળાને ઠોકર લાગે અને આગળનો ડાહ્યો થાયએ સૂત્ર સાચું જ હોય છે. જે માનસિકતાને કારણે ભૂતકાળની ઘટનાઓ ઘટી તે માનસિકતા આજે પણ જેમની તેમ જ છે. આપણા ઇતિહાસનાં શાલેય પાઠ્યપુસ્તકમાં અડધા પાનામાં સમેટાઈ ગએલી ખિલાફત ચળવળને આપણે ઉંદા ઉતરીને સમજી લેશું કે ? અને તે સમજી લીધા પછી અમે શાણપણ શિખીશું કે ફરીથી મોંભર પછડાશું એ જ ખરો પ્રશ્ન છે. ખિલાફત ચળવળ એ કોઈ અકસ્માત શરૂ થએલી એકાદી જુદી ઐંતિહાસિક ઘટના નહોતી એ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે. તે ઇસ્લામના પાંથિક ગ્રંથ પર આધારિત હતી અને તેને એક નિશ્ચિત ઐતિહાસિક  પૃષ્ઠભૂમિ હતી. આપણાં સ્વાતંત્ર્ય આંદોલન પર તેની અસર થઈને તેનું પરિણામ દેશના ભાગલામાં (વિભાજન)થયું. ખિલાફત ચળવળ આજે પણ પ્રાસંગિક હોવાને કારણે તેની વસ્તુનિષ્ઠ ચર્ચા કરવી આવશ્યક છે.  

                                               ખિલાફત ચળવળ અને અસહકાર આંદોલન

ખિલાફત ચળવળ અને અસહકાર આંદોલન વચ્ચેના આપસી સંબંધો બાબતે મોટાભાગના લોકોના મનમાં ઘણી ગરબડ છે. દિ. 21 માર્ચ 1919ના રોલેટ કાયદા પછી અને દિ. 13 એપ્રિલના દિવસે થએલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે બ્રિટિશ શાસકોએ સૂચવેલા બંધારણીય સુધારાઓને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને તેની સાથે જ સ્વશાસન અને પૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે ગાંધીજીએ દિ. 4 સપ્ટેંબર 1920ને દિવસે અસહકાર આંદોલન શરૂ કર્યું.આવું જ આપણી અનેક પેઢીઓને ભણાવવામાં આવ્યું છે. માહિતી અને જ્ઞાન મેળવવા માટે આપણા આધુનિક ભણેલાગણેલા લોકો આજકાલ વિકિપીડિયાપર આંધળો ભરોસો રાખે છે. ઉપરોક્ત જ્ઞાનામૃત વિકિપીડિયામાંથી જ મેળવેલું છે.  

ઇતિહાસકારોની ચાદર ઓઢી રાજકીય પક્ષોની છડી ઉચકનારા દરબારી વિચાર-દલાલોની ટોળી આપણને શાલેય વિદ્યાર્થીવયથી માંડીને આજ સુધી ઇતિહાસના ઘુંટડા પાતી આવી છે. અસહકારને ખિલાફત સાથે જોડી ભારતના બે મુખ્ય ધાર્મિક સમૂહો હિંદુ અને મુસ્લિમ સાથે મળીને વસાહતવાદી સત્તાનો અંત લાવશે એવી ગાંધીજીને આશા હતી. વસાહતી(ઔપનવેશિક) ભારતમાં અભૂતપૂર્વ સિદ્ધ થએલા આ જનાઅંદોલનનો વિસ્ફોટ આ બંને ચળવળોએ ચોક્કસપણે સિદ્ધ કર્યો.’ (થીમ્સ ઇન ઇંડિયન હિસ્ટ્રી ભાગ-3, એનસીઇઆરટી દ્વારા પ્રકાશિત ધોરણ 12નું ઇતિહાસનું પાઠ્યપુસ્તક, પૃ.350) એમ આ ટોળકીનું કહેવું છે. કોંગ્રેસે સ્વરાજ્ય મેળવવા માટે અસહકાર આંદોલનને જન્મ આપ્યો એવું જ કોંગ્રેસનો અધિકૃત ઇતિહાસ વાંચનારાને લાગશે. (ધ હિસ્ટ્રી ઓફ ધ ઇંડિયન નેશનલ કોંગ્રેસ, પટ્ટાભી સીતારામૈયા, સીડ્બલ્યૂસી, મદ્રાસ, 1935, પૃષ્ઠ 334, 335).અસત્યના ઢગલા નીચે સત્ય ઘણી વાર ઢંકાઇ જાય છે. દબાઈ જાય છે. રાજકીય સ્વાર્થવશ અથવા કુંઠિત વિચારના ચોકડા બાંધી આ અસત્યનો કોલાહલ કરવામાં આવે છે. ખિલાફત ચળવળ આમાં અપવાદ ન હોવાને કારણે તેની સમીક્ષા કરવી અનિવાર્ય બની ગયું છે.      

રાજકીય કથાનક

કોંગ્રેસનાં અધિકૃત સંકેતસ્થળે ખિલાફત ચળવળ બાબતે 2018ની  25 ઓક્ટોબરે પ્રકાશિત આ લેખ છે. તેના અવતરણો પ્રમાણે બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયાસોમાં ખિલાફત ચળવળ એક મહત્ત્વપૂર્ણ ચળવળ હતી. …..ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની દેખરેખ હેઠળ ખિલાફત ચળવળને આધારે હિંદુ-મુસ્લિમો બ્રિટિશ શાસનવિરોધી સંયુક્ત પ્રયત્નો જોવા મળ્યા. વસાહતવાદીઓ વિરુદ્ધના સંયુક્ત અસંતોષને વાચા આપવા માટે ખિલાફત ચળવળને મહાત્મા ગાંધીએ તેમનાં અસહકાર આંદોલનનું પીઠબળ આપ્યું ત્યારે તો યશ અધિક જ શક્તિમાન બન્યો. ખિલાફત ચળવળને શોષણ કરનારી અને વર્ચસ્વ ગજવનારી એક સમાન શક્તિવિરુદ્ધ હિંદુ-મુસ્લિમોને અને પોતપોતાના હિતસંબંધોને એકઠા કરવાની ઉત્તમ તક તરીકે મહાત્મા ગાંધીએ ઓળખી લીધી.   સ્વરાજ્યતરીકે પ્રસિદ્ધ આ સ્વશાસનના પ્રસ્તાવને ખિલાફત આંદોલનની ચિંતાઓ અને માગણીઓનો ટેકો મહાત્મા ગાંધીએ આપ્યો અને આ બેવડા હેતુઓ સિદ્ધ કરવા માટે અસહકારની યોજના સ્વીકારી. ..હિંદુ-મુસ્લિમ ઐક્યના સંદર્ભમાં ખિલાફત ચળવળે ભરતનાં સ્વાતંત્ર્ય આંદોલનમાં અત્યંત મહત્ત્વનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ખિલાફત ચળવળના નેતાઓનું એકબીજા પ્રત્યેનું તાદાત્મ્ય આને માટે મહદંશે કારણ્રીભૂત બન્યું. …હિંદુ-મુસ્લિમોએ એક સાથે કામ કરવાથી જ અને સ્વાતંત્ર્ય માટે સંયુક્ત સામનો કરવાથી જ બ્રિટિશ શાસન પાસેથી સ્વાતંત્ર્ય મેળવવું શક્ય બનશે એવા મહાત્મા ગાંધીના સિદ્ધાંત સાથે હિંદુ-મુસ્લિમ એકતાનું આ ચિત્ર સુસંગત હતું. ((https://www.inc.in/en/in-focus/the-khilafat-movement-a-landmark-movement-in-indias-journey-to-freedom). 

વિચાર-દલાલોની બૌદ્ધિક કસરતો   

પોતાનો વૈચારિક કાર્યક્રમ પ્રસ્થાપિત કરવા ઇચ્છતા ઇતિહાસકારોએ ખિલાફત ચળવળ બાબતે અનેક સાચી ખોટી કથાઓ જોડી કાઢી. ખિલાફત ચળવળ એ વધતા જતા હિંદુ રાષ્ટ્રવાદની પ્રતિક્રિયા હતી એવું સ્કૉટિશ ઇતિહાસકાર સર હેમિલ્ટન ગિબ(1895-1917)નું પ્રતિપાદન છે. તેઓ લખે છે, ‘વિશ્વભરના મુસ્લિમોમાં માત્ર ભારતના મુસ્લિમોએ જ ઇસ્લામનાં આંતરરાષ્ટ્રીય પાસાં પર ભાર મૂક્યો. પણ એમાં તેમનો હેતુ હિંદુ રાષ્ટ્રવાદ સામે બચાવાત્મક ભૂમિકાનો હતો..’ (વિદર ઇસ્લામ?ઇસ્લામ?એ સર્વે ઓફ ધ મોડર્ન મૂવમેંટ ઇન ધ મુસ્લિમ વર્લ્ડ, 19321932, રૂટલેજ, પૃષ્ઠ 73).

ઇતિહાસકારોની આ કસરતો જોઇને ક્યારેક હસવું આવે છે. ઇસ્લામના કેનેડિયન ઇતિહાસકાર વિલ્ફ્રૈડ કંટ્વેલ સ્મિથ લખે છે, ‘મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં ખિલાફતશબ્દને એક વિચિત્ર અર્થ આપવામાં આવ્યો. ઉર્દુ ભાષામાં ખિલાફએટલે વિરોધ કરવોએ શબ્દમાંથી તે આવ્યો એમ લોકોને લાગ્યું અને તેનો અર્થ સરકારનો  વિરોધ એવો લોકોએ કર્યો. તેમને ઇસ્લામ બાબતનું જ્ઞાન હંમેશ જેવું જ હતું, પણ મુહમ્મદ અને ઑટોમન તુર્કી સામ્રાજ્યની બાબતમાં તે બધા લગભગ અજ્ઞાન જ હતા. 

 (મૉડર્ન ઇસ્લામ ઇન ઇંડિયા :એ સોશ્યલ એનાલિસિસ, મિનર્વા બુકશોપ, લાહોર, પૃ. 234) મહાત્મા, લાઇફ ઓફ મોહનદાસ કરમચંદ ગાંધી(ભાગ-2, પૃ.47)નામક પોતાના ગ્રંથમાં ડી.જી.તેંડુલકર આ જ હાસ્યાસ્પદ પ્રતિપાદનની દોરી લંબાવે છે, “ધ સેંટેનરી હિસ્ટ્રી ઓફ ધ ઇંડિયન નેશનલ કૉંગ્રેસ 1885-1995’ (એકેડેમિક ફાઉંડેશન, દિલ્હી, 1985, ભાગ 2, પૃ.66)  નામક ઇંડિયન નેશનલ કોંગ્રેસનો છપાએલો દસ્તાવેજ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પ્રકાશિત કર્યો હતો જેમાં ફરીથી તે જ છોકરમતભર્યું પ્રતિપાદન વાંચવા મળે છે. આ ભાગનું અને એકંદરે આ સંપૂર્ણ પ્રકલ્પના સંપાદક નહેરુવાદી સેક્યુલરીઝમના શિરોમણી રવિંદર કુમાર અને બી. એન પાંડે હતા તેમાં નવાઈની વાત શું છે ?

ખિલાફત ચળવળ અખિલ ઇસ્લામવાદી નહીં પણ અખિલ ભારતીય ઇસ્લામવાદી હોવાનું બતાવવું એ પણ આ સમગ્ર બૌદ્ધિક વ્યાયામનો એક હિસ્સો જ છે. (જુઓ-ધ ખિલાફત મુવમેંટ-રિલિજસ સિમ્બોલીઝમ એંડ પોલિટિકલ મોબિલાઇઝેશન ઇંન ઇંડિયા, ગેલ મિનોલ્ટ, કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, 1982). બિહારની ખિલાફત અને અસહકાર ચળવળોમાંથી ડોકાતા સેક્યુલર તાણાવાણા શોધવાની મહેનત પ્રા. ભોજનંદન પ્રસાદ સિંહ નામના પ્રતિષ્ઠાપ્રાપ્ત ઇતિહાસકારે કરી છે. (પ્રોસિડિંગ્ઝ ઓફ ધ ઇંડિયન હિસ્ટ્રી કોંગ્રેસ, ભાગ 63, 2002, પૃ. 615-621), તેઓ લખે છે, તેના(ખિલાફત ચળવળના) ધાર્મિક પાસાઓ પર ભાર મૂકી અને તેનું સેક્યુલર સ્વરૂપ ઢાંકી દઈને કુશળતાપૂર્વક ગુંચવાડા ઉભા કરવામાં આવ્યા છે. આ ચળવળનો અધિકૃત નામોલ્લેખ પણ સગવડભરી રીતે ટાળવામાં આવ્યો છે.’ (અનુલ્લેખથી મૃતવત કરવાની આ કથિત પદ્ધતિનો રફિક ઝકરિયાએ તેમનાં (ધ ટ્રૂથ એબાઉટ ધ ખિલાફત મુવમેંટ’ (ધ હિંદુસ્તાન ટાઇમ્સ, ન્યૂ દિલ્હી, 24 ઓગસ્ટ 1997)લેખમાં કેવો વિરોધ કર્યો તેનું વર્ણન પ્રાધ્યાપક મહોદયે આગળ જઈને કર્યો છે. આ લબ્ધપ્રતિષ્ઠિત ઇતિહાસકારનાં વધુ મૌતિકબિંદુઓ આગળ પ્રમાણે છે, ‘વિવિધ ધર્મના લોકો જ્યાં સગા ભાઈઓની જેમ રહે છે તે સ્વતંત્ર અને લોકતાંત્રિક ભારતનાં નિર્માણનું જેમનું ઉદ્દીષ્ટ હતું તેવી સેક્યુલર રાષ્ટ્રીય ચળવળો તરીકે ગાંધીજીની અસહકાર અને ખિલાફત ચળવળો ઉડીને આંખે વળગે છે. ….અહિંસા એ અસહકાર અને ખિલાફત બંને ચળવળોની અનિવાર્ય પૂર્વશરત હતી.   

ઇતિહાસને નકારવો

કોઇ પણ સૈદ્ધાંતિક અથવા ઐતિહાસિક પૂર્વભૂમિકા વગરની એક આકસ્મિક ચળવળ તરીકે  ખિલાફત ચળવળને પ્રસ્થાપિત કરવામાં આવે છે. તેનાં હિંદુવિરોધી સ્વરૂપને ઝાંખું પાડવાના પરાકાષ્ઠાપૂર્વકના  મહાપ્રયાસો પણ કરવામાં આવે છે. અખિલ ઇસ્લામવાદને પાશ્ચાત્યસામ્રાજ્યવિરોધનો રંગ કેવી રીતે ચઢાવવામાં આવે છે તે સમજવા જેવું છે. ગાર્ગી ચક્રવર્તી નામનાં વિદૂષી મેનસ્ટ્રીમ’(ભાગ 58, ક્ર. 6, નવી દિલ્હી, 25 જાન્યુઆરી 2020)નામક સામાયિકમાં લખે છે, ‘સન 1911માં ઇટાલી અને તૂર્કસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં સુધી પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ વિરુદ્ધ વિશ્વભરના મુસ્લિમોને સંગઠીક કરવા માટે પ્રયત્નશીલ અખિલ-ઇસ્લામવાદ ચળવળ ભારતમાં જીવિત શક્તિ તરીકે અસ્તિત્વમાં આવી નહોતી. બ્રિટને ઇટલી સાથે ગુપ્ત સંધી કરી., તેનાં પરિણામરૂપે ભારતીય મુસ્લિમો બ્રિટિશોથી દૂર ગયા, બ્રિટન કોઇ પણ ભોગે તેમની ઇસ્લામી સંસ્કૃતિ નષ્ટ કરવા માગે છે એવી ભાવના તેમનામાં ઉત્પન્ન થઈ. ઇસ્લામ ખતરે મેંની ભયસૂચક ભાવનાને ખ્રિશ્ચાનિટી અને બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ વિરોધી આતતાયી ઘૃણાનો રંગ ચઢ્યો. આ ભાવના હિંદુઓ માટે નહોતી.’’આંબેડકર વિશ્વવિદ્યાલય, દિલ્હી અને ડેન્માર્કસ્થિત આરહસ વિદ્યાપીઠ દ્વારા 8થી 14 જાન્યુઆરી 2020ના દિવસોમાં  સંયુક્તરૂપે આયોજિત એક આંતરરાષ્ટ્રીય શીતકાલીન કાર્યશાળામાં પોતાનો લેખ નિબંધ તરીકે સાદર કર્યો હતો તે વિશેષ વાત છે.   

સ્વઘોષિત(બની બેઠેલા)સેક્યુલરવાદીઓની જ્યારે આ કથા હોય ત્યારે નિ:સંકોચપણે ઇસ્લામવાદી તરીકે સ્થાપિત એવા લોકોની શું વાત કરવી ? ત્રિનિદાદ સરકારના વિદેશવિભાગમાં કાર્યરત શેખ ઇભ્રાન હુસેને 1985ની સાલમાં પોતાની નોકરી છોડી શેષ જીવન ઇસ્લામને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. તેઓ ખિલાફત ચળવળ વિષે લખે છે, ઇસ્લામના પર્યાય તરીકે બ્રિટિશ વસાહતવાદી શાસને તલવારના જોરે યુરોપીય રાજકીય સેક્યુલરીઝમ લાદ્યું, સેક્યુલરીઝમના નવા યુરોપીય ધર્મને આખરે હિંદુ અને મુસ્લિમ બંનેએ પડકાર્યું અને પોતાની રાજકીય સંસ્કૃતિની પુનર્સ્થાપના અને રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો. અશ્વેત જગત પર વસાહતવાદી પાશ્ચાત્ય વિશ્વ લાદવા માટે પ્રયત્નશીલ યુરોપીય રાજકીય સેક્યુલરીઝમ અને અન્ય ઘટનાત્મક  લોકતાંત્રિક પ્રણાલી ખિલાફત ચળવળને કારણે ઉથલી જવાનો ભય હતો. અને એટલે મુસ્તફા કમાલના ઉદયોન્મુખ સેક્યુલર તુર્કી ગણરાજ્ય સાથે હાથ મિલાવી એક બ્રિટિશ રણનીતિ ઘડવામાં આવી. તુર્કી ખિલાફત ખાલસા કરવી અને એમ કરીને ખિલાફત ચળવળ અને તેની સાથે ડોકાતી ભયજનક હિંદુ-મુસ્લિમ યુતિને સુરંગ ચાંપી તેને નષ્ટ કરવી એ તે બ્રિટિશ રણનીતિ હતી.’ (ધ રિટર્ન ઓફ ધ ખિલાફત)ખિલાફત ચળવળને સ્થાનિક સંસ્કૃતિનાં રક્ષણ માટે અને વાંશિક વર્ચસ્વની વિરુદ્ધ કરેલા પ્રયાસ તરીકે પ્રસ્તુત કરવા માટેની આ બધી મહેનત છે.        

 ઓશિયાળા લોકોનાં દિવાસ્વપ્નો

ભારતનાં વર્તમાન સત્તાસમીકરણને કારણે વૈચારિક દલાલો અને બની બેઠેલા ઇતિહાસકારોની ટોળકી અત્યંત અસ્વસ્થ થયું છે. આપણને મિષ્ટાન્ન આપનારો તે રમ્ય ભૂતકાળ ફરીથી ક્યારે અને કેવી રીતે અવતરશે તે તરફ તેમની નજરો મંડાએલી છેછે, ઇતિહાસકાલીન ભૂતોને જીવિત કરી વર્તમાનને બદલી શકાય એમ છે કે નહીં તેની ચકાસણી આ ટોળી સતત કરતી રહે છે.  અમેરિકાસ્થિત પ્રિસ્ટન વિદ્યાપીઠમાં ઇતિહાસ ભણાવતા પ્રાધ્યા. જ્ઞાનપ્રકાશ નામક એક ઑશિયાળા આત્માને ખિલાફત અને ચળવળળ વચ્ચે સામ્ય દેખાય છે. આ આત્મા પોતાની અસ્વસ્થતાને આગળના શબ્દોમાં માર્ગ આપે છે. “”ભારતમાં તેમનાં સ્થાન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રણિત હલ્લો થઇ રહ્યોરહ્યો છે ત્યારે, આપણે મુસ્લિમ અને ભારતીય છીએ, ભારતીય છીએ એવા મુસ્લિમ નથી એમ મુસ્લિમો છાતી ઠોકીને કહી રહ્યા છે. ખિલાફત ચળવળ વખતે મહાત્મા ગાંધી દ્વારા પ્રયાસોનું સ્મરણ થાય છે. બ્રિટિશો વિરુદ્ધ રાષ્ટ્રવાદી ચળવળ ઉભી કરવા માટે આ મુસ્લિમ આક્રોશનો ઉપયોગ આ ચળવળમાં કરવામાં આવ્યો હતો. તે પ્રયત્ન પણ મુસ્લિમો અને ભારતીયોનો સંગમ હતો.’(વ્હાય ધ પ્રોટેસ્ટપ્રોટેસ્ટ રિમાંડ્સ અસ ઓફ ગાંધીઝ ખિલાફત મુવમેંટ, ઇકોનોમિક ટાઇમ્સ, 12 જાન્યુઆરી 2020)ખિલાફત ચળવળની ભલામણ આગળની જેમ કરવામાં આવશે એવી ભવિષ્યવાણી કરવામાં કોઇ સમસ્યા નથી. “મહાત્મા ગાંધીના એકમુખી નેતૃત્વ હેઠળ પોતાના મુસ્લિમેતર ભાઈઓને સાથે લઈ વસાહતવાદી રાજકર્તાઓ સામે એક પીડિત સમુદાયે કરેલી ચળવળ)આ વાક્યમાં વસાહતવાદી રાજ્યકર્તાઓને બદલે હિંદુ બહુસંખ્યકવાદઅનેમુસ્લિમેતર બંધુઓને બદલે વિષમતાવાદી હિંદુ વર્ણવ્યવસ્થા હેઠળ કચડાએલાએવો શબ્દ મૂકો એટલે સત્તાપરિવર્તન શક્ય બનાવવા માટે ભરપૂર દારુગોળો તૈયાર થઈ જ જાય છે.

ખિલાફત ચળવળ બાબતે ઇરાદાપૂર્વક તૈયાર કરવામાં આવનારી ગાળેલી અને ગળપણભરી કથાઓ હવે ઘણી થઈ. ખિલાફત ચળવળને ગતિ આપનારી માનસિકતા આજે સો વર્ષ પછી પણ જીવિત છે એટલે તે ચળવળ આજે પણ પ્રાસંગિક છે એ વાત ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે. માનવીય સંસ્કૃતિને સાતમા સૈકામાં લઈ જવા ઇચ્છતી આ માનસિકતાને પવિત્રઅધિષ્ઠાન(બેઠક)છે, ઇતિહાસ ભૂલી જનારાઓને તે જ ઇતિહાસ ફરીથી ભોગવવો જ પડે છે તે સાચું જ છે પણ ઇતિહાસને વિકૃત કરનારાઓને તે ફરીથી ભોગવવાની તક પણ મળતી નથી એ પણ એટલું જ સત્ય છે. અસત્યનાં પડ દૂર કરી અત્યંત ઉઘાડું સત્ય સામે લાવવાની ઘડી હવે આવી ગઈ છે. (ક્રમશ:)

Exit mobile version