Site icon hindi.revoi.in

ખય્યામ સાહેબે ફાનિ દૂનિયાને કહ્યુ અલવિદાઃઆજે મુંબઈમાં અંતિમ વિદાય,બૉલિવૂડ જગતમાં શોક

Social Share

બૉલિવૂડના દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ ઝહૂર ખય્યામનું 92 વર્ષની વયે હાર્ટએટેકના કારણે સોમવારની રાતે નિધન થયુ છે, ગભરામણ અને નિમોનિયાની અસર થતા તેમને તાત્કાલિક 28 જુલાઈના રોજ મુંબઈની સુજય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મંગળવારના રોજ એટલે કે 20 ઓગસ્ટના રોજ મૂંબઈના દક્ષિણ પાર્ક જુહૂના જેવીડિપી સર્કલ પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

ખય્યામ સાહેબના મોતને લઈને બૉલિવૂડ જગતમાં શોકનું મોજુ ફળી વળ્યું છે,તેમના નિધન પછી બૉલિવૂડના તમામ કલાકરોએ તેમને શ્રધ્ધાંજલી આપતા શોકની લાગણી વ્યક્ત કરી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખય્યામ સાહેબને શ્રધઅધાજંલી આપી છે અને શોક વ્યક્ત કર્યો છે.

કભી-કભી હોય કે  ઉમરાવ જાન, બંને ફિલ્મોના ગીતો એટલા પ્રખ્યાત છે કે આજે પણ લોકો તેમના ગીતોને ગુંજારતા રહેતા છે. પરંતુ તેમની પાછળની વ્યક્તિ મોહમ્મદ ઝહુર ખય્યામ છે. લોકો તેને ઝહુર ઓછુ અને ખય્યામના નામથી વધુ ઓળખે છે. પદ્મ ભૂષણથી સન્માનિત મ્યુઝિક ડિરેક્ટર અને કમ્પોઝર ખય્યામ હવે 92 વર્ષની વયે આ દૂનિયાને છોડી ચાલ્યા ગયા છે. 1976 માં આવેલી ફિલ્મ ‘કભી કભી’માં અમિતાભ અને રાખી પર બનેલા ગીતો’ કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ ‘,’ મેં પલ દો પલ કા શાયર હૂં ‘ ખય્યામ સાહેબના મશહુર સોગં છે જે આજે પણ લોકોના એટલાજ લોકપ્રિય સોંગ છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખય્યામનું સ્થાન ખુબ જ ઉંટુ રહ્યું છે તેમના દ્રારા પેલા ખુબજ લોક પ્રિય ગીતોમાં કભી કભી અને ઉમરાવ જાનનો સમાવેશ થાય છે. આ પરાંત તેમણે પેવમેન્ટ, ગુલ બહાર, ફિર સૂબહ હોગી, શોલા ઓર શબનમ, શગુન, આખરીખત, ત્રિશુલ, ખાનદાન, નૂરી, થોડી સી બેવફાઈ, ચબલ કી કસમ, રઝિયા સુલતાન વગેરે ફિલ્મોમાં તેમણે ગીતો આપ્યા છે.

ખય્યામના ગીતોમાં ભારતીય શાસ્ત્રીય સાથે ગઝલનો સ્પર્શ સાંભળવા મળે છે. તેમએ 1953 થી 2014 સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું છે. 1953 માં આવેલી ફિલ્મ ફૂટપાથ અને 1958 માં આવેલી ફિલ્મ ફિર સૂબહ હોગીમાં તેમનું ગીત ‘વો સૂબહ કભી તો હોગી’ તેમને લોકપ્રિયતા અપાવી હતી. તેમના ગીતો 70-80 ના દાયકામાં વધુ હિટ બન્યા. તેમના કાવ્યોથી ભરેલા ગીતો તે સમયના લોકપ્રિય બ્રાન્ડ મ્યુઝિક કરતા એલગ જ હતા જેને કારણે લોકો તેમને સાંભળવાનું પસંદ કરતા હતા..ત્ખયારે ખય્યામ સાહેબ એક ગાય ની સાથે સાથે સારુ વ્યક્તિત્વ પણ ઘરાવતા હતા તેમણે આ  વર્ષે જમ્મુ કાશ્મીરમાં પૂલવામા થયેલા હુમલામા શહિદ જવાનોના પરીવાર માટે 5 લાખની ધનરાશી પણ આપી હતી. તેઓ મ્યૂઝિક ડીરેક્ટર,સિંગર,અને સારા એક્ટર રહી યુક્યા છે તેમણે 12 કરોડ જેવી મોટી રકમ ફિલ્મમાં ટ્રસ્ટ બનાવવા માટે આપી હતી આ ટ્રસ્ટ દ્રારા જરુરીયાતમંદ કલાકારોને મદદ મળી રહે તે હતુ સર તેમણે તેમના 90 માં જન્મ દિવસ પર ફિલ્મ જગતને રિટર્ન ગીફ્ટ રુપે આ રકમ આપી હતી.

Exit mobile version