Site icon hindi.revoi.in

કેવડિયામાં સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારી, તળાવમાંથી 250 જેટલા મગરોનું થશે સ્થળાતંર

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવાલ સી-પ્લેન સેવા શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સારબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદીની જેમ નર્મદા ડેમના તળાવ ઉપર પણ જેટીની કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ વનવિભાગ દ્વારા આ તળાવમાં વસવાટ કરતા મગરોને અન્ય સલામત સ્થળે લઈ જવામાં આવશે. તળાવમાં લગભગ 250 જેટલા મગર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તા. 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે જ અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જેથી અમદાવાદ અને કેવડિયા સાથે સી-પ્લેન પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એરોડ્રામ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આવી જ રીતે કેવડિયા ખાતે તળાવમાં જેટીનું કામ ચારી રહ્યું છે. પરંતુ તળાવમાં મોટી સંખ્યામાં મગર હોવાથી અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયાં હતા. દરમિયાન વનવિભાગ દ્વારા તળાવમાં વસવાટ કરતા 250 જેટલા મગરનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ મગરને સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખસેડવામાં આવશે.

Exit mobile version