Site icon Revoi.in

ટિકટોક પર આવી કેરળ પોલીસ, ગણતરીની મિનિટોમાં 70 હજાર લોકોએ કરી ફૉલો

Social Share

યુવાનોમાં ટિકટોકના વધતા ક્રેઝને જોતા કેરળ પોલીસે નવી પહેલ કરી છે. કેરળ પોલીસે ટિકટોક પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ટિકટોક પર આવ્યાના કેટલાક કલાકોમાં જ કેરળ પોલીસના એકાઉન્ટને 70 હજાર લોકોએ ફોલો કર્યું છે.

પોતાના ટિકટોક એકાઉન્ટ પર કેરળ પોલીસે 30 સેકન્ડનો પ્રોમો વીડિયો પણ શેયર કર્યો છે.

કેરળ પોલીસે આ સોફ્ટવેરના માધ્યમથી સોશયલ મીડિયા પર પોતાની પહોંચ વધારવાની કોશિશ કરી છે. કેળ પોલીસ જનજાગરૂકતા ફેલાવવા અને જનકલ્યાણ સાથે જોડાયેલા સંદેશા લોકો સુધી પહોંચાડવા માટે ટિકટોકનો ઉપયોગ કરશે.

કેરળ પોલીસ આ એકાઉન્ટ સાથે જોડાયેલા લોકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પણ આનો ઉપયોગ કરશે.