Site icon Revoi.in

કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

Social Share

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા હોવા છતા હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે,આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  હુમલો ત્યારે કરવામાં વ્યો જ્યારે ખીણ વિસ્તારમાં સુરક્ષા રુપે કડક વ્યવસ્થા કરાવમાં આવી છે,દરેક જગ્યાએ સેનાના જવાનો પણ તૈનાત છે.

હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જ્યા તેમની સારવાર કરવામાં આવી રહી છે, આ ઘટના બનાતાની સાથે જ ઘટના સ્થળે મોટી માત્રામાં સુરક્ષાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે,ઘટના સ્થળે જમ્મુ-પોલીસન સાથે-સાથે સુરક્ષાદળોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે,સુરક્ષાદળ દ્રારા ગ્રેનેડના હુમલાની તપાસ હાથ ઘરવામાં આવી છે.