Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 72 વર્ષથી 740 કિ.મી. લાંબી એલઓસીનો વિવાદ

Social Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મામલે વિવાદ

પાકિસ્તાન કરી ચુક્યું છે ત્રણ યુદ્ધ અને કારગીલનું ઉંબાડિયું

પાકિસ્તાનને ભારતે આપી છે ચારેય યુદ્ધમાં કારમી હાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખાને લઈને 72 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. આ બંને દેશોની વચ્ચે ખેંચવામાં આવેલી 740 કિલોમીટર લાંબી અંકુશ રેખા છે. આવો જાણીએ એલઓસીને લઈને વિવાદનું કારણ શું છે….

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ હતુ કે પીઓકે ભારતનો આંતરીક ભૂભાગ છે. તેના પછી પીઓકેની સાથે એલઓસી અટલે કે અંકુશ રેખા પર ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. આને લઈને લગભગ 72 વર્ષથી વિવાદ બનેલો છે. નિયંત્રણ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચવામાં આવેલી 740 કિલોમીટર લાંબી સીમા રેખા છે. તેને લઈને પાકિસ્તાન સાથે 1947, 1965 અને 1971 એમ ત્રણ યુદ્ધો થઈ ચુક્યા છે અને તેમા પાકિસ્તાનની કારમી હાર પણ થઈ ચુકી છે.

ખાસ વાત એ છે કે નિયંત્રણ રેખા કોઈ લીટી નથી જેને સીધી જોઈ શકાય છે. પરંતુ તે અદ્રશ્યપણે કાયમ છે. 1947માં વિભાજન બાદ તે અસ્તિત્વમાં આવી હતી. જમ્મુના અખનૂર સેક્ટરના મનવર તવીના ભૂરેચકથી શરૂ થઈને કારગીલમાં સિયાચિન ગ્લેશિયર સુધી જનારી એલઓસી દુનિયાની સૌથી ખતરનાક અંકુશ રેખા માનવામાં આવે છે.

શું છે ઈતિહાસ?

કાશ્મીર પર કબજો કરવાની મનસાથી પાકિસ્તાની સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 1947-48માં ચાલેલા યુદ્ધનો મામલો સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યો. 5 જાન્યુઆરી-1949ના રોજ યુદ્ધવિરામનું એલાન કરવામાં આવ્યું હતું. નક્કી થયું કે યુદ્ધવિરામ સમયે જે સેનાઓ જે વિસ્તારમાં હતી,તેને જ યુદ્ધવિરામ રેખા માવામાં આવે. તેને લાઈન ઓફ કંટ્રોલ અથવા નિયંત્રણ રેખા કહેવામાં આવી. આમ કાશ્મીરનો કેટલોક ભાગ પાકિસ્તાનના નિયંત્રણમાં ચાલ્યો ગયો. જેને આજે પીઓકે કહેવામાં આવે છે 1965માં પાકિસ્તાને આક્રમણ કર્યું, પરંતુ લડાઈમાં ગતિરોધ પેદા થયો, તેને કારણે 1971 સુધી યથાસ્થિતિ બનેલી રહી હતી. 1971માં બાંગ્લાદેશ યુદ્ધના ઉત્તરમાં પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું, જેનાથી નિયંત્રણ રેખાની બંને તરફ બંને દેશોએ એકબીજાની ચોકીઓ પર નિયંત્રણ કર્યું હતું. ભારતને નિયંત્રણ રેખાના ઉત્તર ભાગમાં લડાખમાં 300 વર્ગ માઈલ જમીન મળી હતી. 3 જુલાઈ-1972ના રોજ શિમલા સમજૂતી બાદ નિયંત્રણ રેખાને ત્યાં સુધી બહાલ કરવામાં આવી હતી, જ્યાં સુધી બંને દેશ સીમાના મામલાને ઉકેલી લેતા નથી.

જમ્મુ-કાશ્મીરનો મોટાભાગનો વિસ્તાર હિમાલયના પહાડોમાં આવેલો છે. ભારતમાં તેની દક્ષિણ સીમા હિમાચલ પ્રદેશ અને પંજાબને સ્પર્શે છે. જ્યારે ઉત્તર અને પૂર્વમાં ચીન સાથે એક આંતરરાષ્ટ્રીય સરહદ છે. તેના સિવાય અંકુશ રેખા તેને અનુક્રમે પીઓકે અને ગિલગિત-બાલ્તિસ્તાનથી પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમમાં અલગ કરે છે.

નિયંત્રણ રેખા-

740 કિલોમીટર લાંબી સીમા રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચવામાં આવી છે.

3 યુદ્ધ આ સીમા વિવાદ પર થયા અને 1972ના શિમલા કરારમાં તેને બહાલ કરવામાં આવી.

યથાસ્થિતિ દર્શાવતી સીમાને બંને દેશોએ માની છે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સીમા નથી.

550 કિલોમીટર નક્કર સુરક્ષા

550 કિલોમીટર એલઓસીના ભારતીય ક્ષેત્રમાં ઈન્ડિયન કશ્મીર બેરિયર બનેલું છે.

12 ફૂટ સુધી ઊંચાઈવાળા આ અવરોધકમાં બેવડી ફેન્સિંગ અને કન્સર્ટીના તાર લાગેલા છે

1990થી 2004 સુધી આ ફેન્સિંગ બની શકી, જેનાથી પાકિસ્તાન ઘૂસણખોરીમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે

Exit mobile version