- સીતારામ યેચુરીની અરજી પર કાશ્મીર મામલે કેન્દ્ર સરકારને નોટિસ
- બીમાર યૂસુફ તારિગામીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવાનો આરોપ
- તારિગામીને દિલ્હી એમ્સમાં ડોક્ટરોની સૂચના પ્રમાણે ખસેડવા આદેશ
કાશ્મીર મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીની અરજી પર જાહેર કરવામાં આવી છે.
સીતારામ યેચુરીનો આરોપ છે કે તેમની પાર્ટી સીપીએમના બીમાર નેતા યૂસુફ તારિગામીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે સરકારને ડોક્ટરોની સલાહના આધારે તારિગામીને દિલ્હી ખાતેની એમ્સ હોસ્પિટલમાં સ્થાનાંતરીત કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ તારિગામીના પરિવારના એક સદસ્યને સાથે રહેવાની મંજૂરી પણ આપી છે.
મહત્વપૂર્ણ છે કે કલમ-370ને અસરહીન કરાયા બાદ સીતારામ યેચુરી પોતાના બીમાર મિત્ર અને પાર્ટીના સદસ્ય યૂસુફ તારિગામીને મળવા માટે શ્રીનગર ગયા હતા.