Site icon hindi.revoi.in

કાશીમાં કોતવાલ કાલ ભૈરવનું મંદિર ખુલ્યું, મંગળા આરતી બાદ ભક્તોને થયા દર્શન

Social Share

અમદાવાદ: કોરોના સંક્રમણને કારણે તમામ મંદિર બંધ હતા પરંતુ હવે કાશીના કોતવાલ કાલ ભૈરવનું મંદિર આજથી દર્શનાર્થી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.. 141 દિવસ બાદ બાબાના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. વારાણસીમાં કાશીના કોતવાલનો અનેરો મહિમા છે. એવી માન્યતા છે કે બાબા વિશ્વનાથના દર્શનની સાથે કાલ ભૈરવના દર્શન પણ ફરજિયાત છે.

22 માર્ચે બંધ થયું હતું કાલ ભૈરવ મંદિર

ધાર્મિક માન્યતા છે કે આ સ્થાનનો ન્યાય ફક્ત કોતવાલના દરવાજા પર જ થાય છે, એ માટે પીએમ નરેન્દ્ર મોદીએ પણ કાલ ભૈરવના દર્શન કર્યા પછી જ તેમની ચૂંટણીના ઉમેદવારી નોંધાવી હતી. મંદિરના પટ વૈશ્વિક મહામારીને કારણે 22 માર્ચે બંધ કરવામાં આવ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ કર્યા દર્શન

સવારના 5 વાગ્યે બાબાની ભવ્ય આરતી સાથે મંદિરના દરવાજા ખુલી ગયા. મંગળા આરતી બાદ શુક્રવારે બાબા કાલભૈરવ તેમના ભક્તોને દર્શન આપ્યા. આ દરમિયાન સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન થતું જોવા મળ્યું હતું. ગેટ પર જ બાબા વિશ્વનાથની તર્જ પર ભક્તોની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવી હતી. આ સાથે સેનિટાઈઝ પણ કરવામાં આવ્યું હતું.

_Devanshi

Exit mobile version