Site icon hindi.revoi.in

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પર સંકટ, 11 ધારાસભ્યો રાજીનામું આપવા પહોંચ્યા

Social Share
ફાઈલ તસવીર

કર્ણાટકમાં એચ. ડી. કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પર સંકટ વધી રહ્યું છે. શનિવારે સરકાર પર વધુ એક મોટું રાજકીય સંકટ આવ્યું છે, કારણ કે 11 ધારાસભ્યો રાજીનામું આપવા માટે વિધાનસભા ખાતે પહોંચ્યા છે.

આ ધારાસભ્યોમાં આઠ કોંગ્રેસના છે અને ત્રણ ધારાસભ્યો જનતાદળ સેક્યુલર એટલે કે જેડીએસના છે. જણાવવામાં આવે છે કે આ તમામ આઠ ધારાસભ્યો કર્ણાટક વિધાનસભાના સ્પીકર પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા છે.

જો કે સ્પીકર હાલ વિધાનસભામાં હાજર નથી. તેવામાં લાંબા સમયથી મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીની સરકાર પર ચાલી રહેલા રાજકીય સંકટમાં હવે નવો રસપ્રદ વળાંક જોવા મળી રહ્યો છે. તાજેતરની જાણકારી પ્રમાણે આ ધારાસભ્યો હવે વિધાનસભાના સ્પીકર પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા છે અને તેમણે તમામે પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી લીધા છે.

Exit mobile version