Site icon hindi.revoi.in

કર્ણાટકનું સંકટ : એક્શન મોડમાં કોંગ્રેસ, વરિષ્ઠ નેતાઓની બોલાવી બેઠક

Social Share

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પડવાની અટકળો વચ્ચે સાંજે સાત વાગ્યે કોંગ્રેસના વોરરૂમમાં પાર્ટીની બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. કોંગ્રેસ આ મામલામાં ભવિષ્યની રણનીતિને લઈને ચર્ચા કરશે.

આ બેઠકમાં શનિવારે જેટલા મોટા રાજનેતા સામેલ થયા હતા, તેઓ પણ સામેલ થઈ રહ્યા છે. જણાવવામાં આવે છે કે કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય નાટકે જોર પકડયું છે. કોંગ્રેસ અને જેડીએસના કુલ 13 ધારાસભ્યોના રાજીનામા બાદ એચ. ડી. કુમારસ્વામીની સરકાર સંકટમાં છે. તેના સિવાય અપક્ષ ધારાસભ્યે પણ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે.

ભાજપ ફરી એકવાર કર્ણાટકમાં સરકાર બનાવવાને લઈને એક્ટિવ દેખાઈ રહ્યું છે. રાજકીય ગતિવિધિઓ પરથી સંકેત મળી રહ્યા છે કે કર્ણાટકમાં હાલની સરકારનું પડવું નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે.

સૂત્રો મુજબ, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર પાર્ટી દ્વારા એક્શન લેવાવાની શક્યતા છે. જે ધારાસભ્યો રાજીનામું આપીને મુંબઈ ગયા છે, જો તેઓ પાછા નહીં આવે તો તેમની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છેકે કોંગ્રેસને આશા હતી કે પ્રધાનોના રાજીનામા બાદ નારાજ ધારાસભ્યો માની જશે. પરંતુ આમ થતું દેખાય રહ્યું નથી, કારણ કે તમામ ધારાસભ્યો પોતાના રાજીનામા પાછા નહીં લેવા માટે અડગ દેખાય રહ્યા છે. ધારાસભ્યો હજીપણ મુંબઈના રિસોર્ટમાં બંધ છે.

આના પહેલા કોંગ્રેસ કોટાના તમામ પ્રધાનોએ પ્રદેશ પ્રમુખ દિનેશ ગુંડૂ રાવને પોતાના રાજીનામાની સોંપણી કરી હતી. તેની સાથે જ કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વરે પણ પોતાનું રાજીનામું સોંપ્યું છે.

Exit mobile version