Site icon hindi.revoi.in

કર્ણાટકનું રાજકીય સંકટ : રાજ્યપાલને નહીં મળે CM કુમારસ્વામી, રાજીનામાનો પણ કર્યો ઈન્કાર

Social Share

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીનું શું થશે ? આ સવાલનો જવાબ આજે સૌને મળે તેવી શક્યતા છે. વિધાનસભામાં ચાલી રહેલી વિશ્વાસમતના પ્રસ્તાવ પર ચર્ચા આજે સમાપ્ત થવાની શક્યતા છે. તેના પછી મતદાન થશે. તેવામાં કુમારસ્વામી સરકાર પોતાની સરકાર બચાવી શકશે અથવા નહીં, તેના પર દરેકની નજર છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા અહેવાલ મુજબ, મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી હવે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવાના નથી. માનવામાં આવતું હતું કે તેઓ સાંજે સાત વાગ્યે રાજભવન ખાતે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું આપે તેવી શક્યતા છે. પરંતુ બાદમાં અહેવાલ આવ્યા છે કે તેઓ રાજ્યપાલને મળવા જઈ રહ્યા નથી, પરંતુ તેઓ કર્ણાટક વિધાનસભાના સ્પીકરને મળવાના છે. આંકડાની દ્રષ્ટિએ વિશ્વાસમત સાબિત કરવા માટે કુમારસ્વામી પાસે પુરતી સંખ્યા પણ નથી.

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપનો દાવો છે કે આજે કુમારસ્વામી સરકારનો આખરી દિવસ હશે. બી. એસ. યેદિયુરપ્પા રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. સાંજે વિશ્વાસ મત પર વોટિંગ થવાનું છે. યેદિયુરપ્પાએ તમામ ધારાસભ્યોને વિધાનસભામાં પહોંચવા માટે તાકીદ કરી છે.

હજી વધુ ધારાસભ્યોના રાજીનામાની શક્યતાને લઈને અટકળબાજી વચ્ચે કર્ણાટક વિધાનસભામાં બોલતા ડી. કે. શિવકુમારે કહ્યુ છે કે ભાજપે સ્વીકારવું જોઈએ કે આ સૌની પાછળ તે છે. તેમણે એ પણ સ્વીકાર કરવું જોઈએ કે તેઓ બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં છે અને ઓરેશન લોટર ચલાવી રહ્યા છે.

ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપના નેતા બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યુ હતું કે હજી બેથી ત્રણ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં સામેલ થશે. બીએસપીના ધારાસભ્ય એન. મહેશ આજે પણ કર્ણાટક વિધાનસભામાં પહોંચ્યા નથી. બીએસપી સુપ્રીમો માયાવતીએ એન. મહેશને કર્ણાટક સરકારની તરફેણમાં મતાદન કરવા માટે આદેશ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે ફ્લોર ટેસ્ટ પહેલા શિવકુમારે કહ્યુ હતુ કે જેડીએસ ત્યાગ માટે તૈયાર છે. કોંગ્રેસમાંથી મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી સંભાવના છે.

Exit mobile version