Site icon Revoi.in

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પાછી ઠેલાઈ, 22 ઓક્ટોબરે આગામી સુનાવણી

Social Share

નવી દિલ્હી : કર્ણાટકની 15 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલે હજી નિર્ણય આવવાનો બાકી છે, માટે નિર્ણય આવવા સુધીના સમયગાળા માટે પેટાચૂંટણીને ટાળવામાં આવશે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલામાં નિર્ણય કરવાનો બાકી છે. 22 ઓક્ટોબરે મામલાની આગામી સુનાવણી થશે. નિર્ણય આવવા સુધી પેટાચૂંટણી ટાળવામાં આવશે. તો 17 અયોગ્ય ઠેરવવામાં આવેલા કર્ણાટક વિધાનસભાના ધારાસભ્યોએ 21 ઓક્ટોબરે થનારી પેટાચૂંટણી લડવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી લડવાની મંજૂરી માંગી છે.

મહત્વપૂર્ણ છે કે કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે. આર. રમેશ કુમારે વિધાનસભાના કાર્યકાળના સમાપ્ત થવા સુધી 14 અસંતુષ્ટ ધારાસભ્યોને તાત્કાલિક અસરથી અયોગ્ય ઠેરવ્યા હતા. તેમા કોંગ્રેસના 11 અને જેડીએસના 3 ધારાસભ્યો સામેલ છે. મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી સરકારના પડયા બાદ ભાજપના નેતા બી. એસ. યેદિયુર્પાએ સરકાર બનાવી અન તેઓ મુખ્યપ્રધાન બન્યા. તેના પહેલા કર્ણાટક વિધાનસભા સ્પીકર કે. આર. રમેશે એચ. ડી. કુમારસ્વામી સરકાર પડયાના બે દિવસ બાદ કાર્યવાહી કરતા ગુરુવારે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરી દીધા હતા.