Site icon hindi.revoi.in

કરણ જોહરના નવા સફરની શરુઆતઃ- અપકમિંગ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોવા મળશે

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ આજે તેમનો 35 મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છએ તો આ સાથેજ તેમના માટે આજનો દિવસ લકી માનવામાં આવી રહ્યો છે, કારણ કે રણવીર સિંહ હવે કરણ જોહરની અપકમિંગ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે, આ ફિલ્મમાં તેના સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

જાણીતી ફિલ્મ ડિરેક્ટર કરણ જોહરે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેઓ વર્ષો બાદ ફરી નિર્દેશન તરફ આગળ વધી રહ્યા છે. ‘એ દિલ હૈ મુશ્કિલ’ બાદ કરણ હવે કરણ તેની બીજી ફિલ્મ ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છે. આ બાબતે તેઓ આજરોજ માહિતી આપી શકે છે, જો કે આ મામલે પહેલાથી જ વાતો વહેતી થઈ ચૂકી છે. સત્તાવાર રીતે આ બાબતે આજે ઘોષણા કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સુત્રો પાસીથી મળતી માહિતી જો સાચી માનવામાં આવે તો કરમની અપકમિંગ ફિલ્મનું ‘નામ રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ’ છે,જેમાં આલિયાના પેરેન્ટના રોલમાં શબાના આઝમી અને ઘર્મેન્દ્ર જોવા મળી શકે છે, ત્યારે વાતો એવી પમ વહેતી થઈ છે કે રણવીરની માતાનો રોલ જયા બચ્ચજ કરવા જઈ રહ્યા છે,આ  ફિલ્મમાં જયા બચ્ચન, શબાના અને ઘર્મેન્દ્રની લવ સ્ટોરીનો ટ્રાય એંગલ હોવાની ચર્ચા થઈ રહી છે, જો કે કરણ આ ફિલ્મ વિશે જાહેરમાં ન આવે ત્યા સુધી માત્ર આ સુત્રોએ કહેલી વાતો જ કહી શકાય છે.

જો કે કરણે આ બાબતે પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘આ એક નવા સફરની શરૂઆત અને ઘરવાપાસી, આ બંને એક સાથે . હવે સમય આવી ગયો છે કે હું મારી ફએવરિટ જગ્યા પર ફરી આવી જવ અને એક લવ સ્ટોરી બનાવું. એક ખુબ સ્પેશિયલ લવ સ્ટોરી. જે ખાસ પ્રેમ અને પરિવારથી જોડાયેલી હોય.

મળતી માહિતી પ્રમાણે જો કરણ તેની ફિલ્મ બનાવશે તો તેમાં રણવીર સિંહ અને આલિયા આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આજ રોજ જુલાઈએ રણવીરનો જન્મદિન છે ત્યારે ઘોષણા કરીને રણવીર તેના ફેન્સને એક મોટી ભેટ આપવાની શક્યતાો છે. આલિયા અને રણવીર આ પહેરા ગલી બોયમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે ફરી દર્શકો આલિયા અને રણવીર સિંહને એક સાથે કરણની ફિલ્મમાં જોઈ શકશે.

Exit mobile version