Site icon hindi.revoi.in

કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના-2’ માં હવે નહી જોવા મળે કાર્તિક આર્યન, 20 દિવસનું શૂટિંગ થયા બાદ ફિલ્મમાંથી કાર્તિકની હકાલપટ્ટી

Social Share

મુંબઈ – બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને ઘણા સંઘર્ષ બાદ તે સ્થાને પહોંચ્યો છે કે આજે હરકાઈ તેની શાનદાર એક્ટિંગના વખામ કરી રહ્યું છે, વર્તમાન સમયમાં યંગસ્ટર્સ માટે કાર્તિક ફએવરિટ એક્ટર તરીકે ઊભરી આવ્યા છે, છેલ્લા ઘણા  સમયથી કાર્તિક કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2 વિશે ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં જાહન્વી કપૂર કાર્તિકની સામે જોવા મળવાની હતી. તે જ સમયે, હવે એવા સમાચાર આવ્યા છે કે ધર્મા પ્રોડક્શન દ્વારા કાર્તિકને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં  આવ્યો છે. આ અંગે સત્તાવાર નોટિસ પણ જારી કરવામાં આવી છે.

ધર્મા પ્રોડક્શન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વ્યાવસાયિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમે પ્રતિષ્ઠિત શાંતિ રાખવાનું નક્કી કર્યું છે. અમે ‘દોસ્તાના 2’ ફરીથી રિકાસ્ટ કરવાના છીએ.

જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કાર્તિક આર્યનને ફિલ્મના બીજા ભાગને લઈને સમસ્યા હતી, જેના કારણે આ ફિલ્મ પહેલાથી જ વિવાદોમાં સપડાઈ  હતી. એક સૂત્રએ જણાવ્યું કે, કાર્તિકે પહેલા કરણ જોહરને ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે બંધ કરવાનું કહ્યું અને ત્યારબાદ અન્ય ફિલ્મ્સનું શૂટિંગ પૂરું કર્યું. આવી સ્થિતિમાં કરણ જોહર કાર્તિકથી ખૂબ ગુસ્સે થયા

અનેય એક માહિતી પ્રમાણે  કાર્તિક ફિલ્મના બીજા ભાગની વાર્તા બદલવા માંગતો હતો જ્યારે તેણે ફિલ્મ સાઇન કરતા પહેલા આખી સ્ક્રિપ્ટ વાંચી લીધી હતી. કરણ જોહરને કાર્તિકનું આ વર્તન બિલકુલ પસંદ નહોતું.

કરણ જોહરે કાર્તિકના આ વર્તનને જોઈને ક્યારેય તેની સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, 24 દિવસની ફિલ્મનું શૂટિંગ પણ કરાયું હતું, જેમાં કાર્તિકનું 20 દિવસ સુધી શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, પ્રોડક્શને ફરી રિકાસ્ટ કરવાનું નક્કી કર્યું છે, આ 20 દિવસના શૂટિંગ દરમિયાન ધર્મા પ્રોડક્શનને 20 કરોડનું નુકશાન થવાના સમાચાર પમ મળ્યા છે.

ફિલ્મ સાથે જોડાયેલા એક વ્યક્તિએ કહ્યું કે, ‘ધર્મા પ્રોડક્શન આ બાબતોને વધુ વધારવા માંગતા નથી, આવી સ્થિતિમાં તેઓ આ નુકસાન ચૂપચાપ સહન કરી લેશે. જો કે, જે કંઈ પણ થયું છે, તે નિશ્ચિત છે કે કરણ ક્યારેય કાર્તિક આર્યન જેવા અનપ્રોફેશનલ અભિનેતા સાથે કામ કરશે નહીં. આ સિવાય, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કાર્તિકની ટીમ ધર્મા પ્રોડક્શન્સને શૂટિંગ માટે કોઈ તારીખ આપવા માટે ખૂબ આનાકાની કરી રહી હતી ત્યારબાદ પ્રોડક્શન દ્રારા કાર્તિકને દૂર કરવાનો નિર્ણય  લેવાયો

સાહિન-

Exit mobile version