- ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ
- કંગનાની ફિલ્મ થલાઇવીની રિલીઝ ડેટ ટળી
- ફિલ્મ 23 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી
મુંબઈ : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર જે રીતે ઝડપથી વધી રહી છે. તેનાથી ઘણા રાજ્યોમાં ફરી એકવાર કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ મહામારીની અસર ફરી એકવાર એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. એક પછી એક કેટલીક ફિલ્મો પોસ્ટપોન કરવી પડે છે. આવી જ રીતે હવે કંગના રનોતની આવનારી ફિલ્મ થલાઇવીની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવી પડી છે.
આ ફિલ્મ 23 એપ્રિલે રિલીઝ થવાની હતી. જો કે,કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હાલમાં ફિલ્મની રિલીઝની તારીખ પર રોક લગાવી દેવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.
થલાઇવીનું ટ્રેલર કંગનાના જન્મદિવસ નિમિતે એટલે કે 23 માર્ચના રોજ રિલીઝ થયું હતું. એક દિવસ પહેલા તેણે આ ફિલ્મની કેટલીક ઝલક શેર કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ મૂવી માટે, 20 કિલો વજન વધારવું અને પછી તેને થોડા મહિનામાં ઘટાડવું એ માત્ર તેમના માટે એક પડકાર જ નહોતું.
આ ફિલ્મમાં જયલલિતાના જીવનને બતાવવામાં આવ્યું છે. ત્રિભાષીય ફિલ્મ હિન્દી,તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન એ.એલ. વિજય દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અરવિંદ સ્વામી,પ્રકાશ રાજ,મધુ અને ભાગ્યશ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો કંગના આગામી સમયમાં ‘થલાઇવી’ ઉપરાંત ‘તેજસ’, ‘ધાકડ’ અને ‘મણિકર્ણિકા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
દેવાંશી