Site icon hindi.revoi.in

કંગનાનું સોનિયા ગાંધી પર સીધું નિશાન, કહ્યું- આપણે ક્યારેક મુગલ, ક્યારેક બ્રિટિશ તો ક્યારેક ઇટાલિયન સરકારના ગુલામ રહ્યા

Social Share

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે નવ રાજ્યોની 72 સીટ્સ માટે મતદાન થયું. તેમાં મહારાષ્ટ્રની 17 સીટ્સમાંથી 6 સીટ્સ મુંબઈની છે, જેના પર કુલ 116 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારો માટે આજે મુંબઈના ફિલ્મી સિતારાઓએ મતદાન કર્યું. આ જ ક્રમમાં બોલિવુડની ‘ક્વીન’ કંગના રનૌતે પણ મતદાન કર્યું.

વોટ આપ્યા પછી જ્યારે કંગના મીડિયાની સામે આવી તો તેણે કહ્યું, આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે અને તે પાંચ વર્ષમાં એક વાર આવે છે. આ દિવસનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. મને લાગે છે કે સાચા અર્થમાં ભારત હવે આઝાદ થઈ રહ્યું છે. આ પહેલા આપણે ક્યારેક મુગલ, ક્યારેક બ્રિટીશ તો ક્યારેક ઇટાલિયન સરકારના ગુલામ હતા. મને લાગે છે કે આજે આપણે મુક્ત છીએ. તમને સ્વરાજનો હક છે, તમારા મતનો ઉપયોગ કરો, આ તમારો હક છે.

કંગનાએ કહ્યું કે, આપણે ફક્ત ફરિયાદો કરતા રહીએ છીએ પણ ક્યારેય પોતાની માંગ નથી જણાવતા. જો પોલિટિશિયન છે તે કોઇ થિંકર, ઓથર કે આર્ટિસ્ટ નથી, તેઓ સેવા કરનારા લોકો છે. આપણે તેમને જણાવવાનું છે કે આપણને શું જોઈએ છે. આપણે વોટ કરવો જોઈએ અને દેશને આગળ વધારવામાં યોગ્ય દિશા ચીંધવી જોઈએ.

Exit mobile version