Site icon hindi.revoi.in

કંગના રનૌતે એવી તો શું ટ્વિટ કરી કે થઈ રહી છે ટ્રોલ, થોડી જ વારમાં તેણે ટ્વિટ ડિલીટ કરી

Social Share

મુંબઈ – કંગના રનૌત બોલિવૂડની ક્વિન તરીકે જાણીતી છે, જે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેનારી એક્ટ્રેસ છે, સતત કોઈને કોઈ વિવાદમાં તે જોવા મળે છે, સુશાંતના કેસમાં પણ તે સતત લડતી જોવા મળી હતી, ત્યારે કાર્તિક આર્યનને દોસ્તાના 2 ફિલ્મમાંથી કાઢી મૂકાતા તેના સપોર્ટમાં પણ આવી હતી, આમ અનેક બાબતોમાં કંગના સ્ટેટમેન્ટ આપતી રહે છે ત્યારે ફરી તે એક વિવાદીત પોસ્ટ કરીને ટ્રોલ થઈ રહી છે.

વિતેલા દિવસને શનિવારના રોજ કંગનાએ પીએમ મોદીને ટ્વિટ કરીને રમઝાનમાં થનારા મિલન સમારોહ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી. તેણે આ ટ્વિટ કરીને  લખ્યું હતું કે, કુંભ મેળા પછી….માનનીય વડાપ્રધાનને એક વિનંતી છે કે, રમઝાનમાં થનારા મિલન સમારોહ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જો કે કંગનાની આ પોસ્ટથી યૂઝર્સ નારાઝ થયા છે,યુઝર્સે તેને ટ્રોલ કરવાની શરુ કરી દીધુ હતું તો એક્ટ્રેસે થોડી જ વારમાં તે પોસ્ટ ડીલીટ કરી હતી,

ઉલ્લેખનીય છે કે, કુંભમેળાને લઈને પીએમ મોદીએ સંતને જે અપીલ કરી હતી, તે ટ્વિટમાં કંગનાએ આ  રમઝાન વાળી ટ્વિટ કરી હતી, જો કે ટ્રોલ થતાની સાથે જ તેણે ટ્વિટ હટાવી હતી, કંગના આ પહેલા પણ અનેક બાબતોનાં વિવાદમાં સપડાઈ ચૂકી છે,બોલિવૂડની વાત હોય કે પછી દેશમાં ચાલતા આંદોલનની વાત હોય જેમાં કંગનાનાં ટ્વિટની હાજરી તો અવશ્ય હોય.

સાહિન-

Exit mobile version