Site icon hindi.revoi.in

મોબ લિંચિંગ પર પીએમને લખેલા 49 હસ્તીઓના પત્રના વિરોધમાં કંગનાથી માંડી પ્રૂસન જોશી સુધીના 61 દિગ્ગજોનો ખુલ્લો પત્ર

Social Share

તાજેતરમાં 49 મોટી હસ્તીઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોબ લિંચિંગની હિંસાને રોકવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. હવે પસંદગીના મામલામાં જ ટીકા અને વિરોધ કરવાનો આરોપ લગાવતા 61 અન્ય હસ્તીઓએ ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રનું શીર્ષક છે- ‘Against Selective Outrage and False Narratives’. આ પત્ર લખનારી હસ્તીઓમાં બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત, ગીતકાર પ્રસૂન જોશી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ, વાદક પંડિત વિશ્વ મોહન ભટ્ટ, ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર અને વિવેક અગ્નિહોત્રી સામેલ છે.

આ પત્રમાં સવાલ કરવામાં આવ્યો છે કે જ્યારે આદિવાસીઓને માઓવાદી નિશાન બનાવે છે, તો આ લોકો કેમ ચુપ રહે છે?

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે 23 જુલાઈ-2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રકાશિત ખુલ્લા પત્રે અમને અચંબામાં નાખી દીધા છે. દેશની ચેતનાના 49 સ્વયંભૂ રખવાળા અને વાલીઓએ ચુનિંદા ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટપણે રાજકીય પક્ષપાતનું પ્રદર્શન કર્યું છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે અમે લોકો, જેમણે આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, તેમની નજરમાં ચુનિંદા સ્વરૂપે ભડાશ કાઢી એક નકલી કિસ્સાને સાચો સાબિત કરવાની કોશિશ છે. પ્રધાનમંત્રીના અથક પ્રયાસોને નકારાત્મક સ્વરૂપે દેખાડવાની કોશિશ છે. આ ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કરનારાઓએ ભૂતકાળમાં તે સમયે ચુપકીદી સાધી રાખી હતી. જ્યારે જનજાતિય લોકો અને હાંસિયામાં સરકી ચુકેલા લોકોને નક્સલીઓએ શિકાર બનાવ્યા હતા. તે એ સમયે પણ ચુપકીદી સાધેલા રહ્યા હતા, જ્યારે ભાગલાવાદીઓએ કાશ્મીરમાં સ્કૂલોને બાળી નાખવાનું ફરમાન જાહેર કર્યું હતું. તે ત્યારે પણ ખામોશ રહ્યા હતા, જ્યારે ભારતને તોડવાની માગણી કરવામાં આવી હતી.

એક નવા પત્ર પર હસ્તાક્ષર કરનારી શખ્સિયતોએ ગત પત્ર લખનારી 49 શખ્સિયતો પર સકરારની આલોચના કરવા માટે પણ હુમલો કર્યો અને કહ્યુ કે હકીકતમાં અમારા વિચારમાં મોદી સરકારના કાર્યકાળમાં અલગ અભિપ્રાય રાખવા, સરકારને કોસવા અને તેની ટીકા કરવાની સૌથી વધારે આઝાદી છે. અસંમતિની ભાવના આનાથી વધારે મજબૂત ક્યારેય રહી નથી.

મહત્વપૂર્ણ છે કે આનાથી ભારતમાં 2014માં મોદી સરકારના સત્તા પર આવ્યા બાદતી લઘુમતી અને દલિત સમુદાય વિરુદ્ધ વધેલી મોબ લિંચિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશની ઘણી નામચીન હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રને કળા, ફિલ્મ, શિક્ષણ અને સામાજીક કાર્યકર્તાઓ સહીત ઘણા ક્ષેત્રના 49 લોકોએ સાથે મળીને પીએમ મોદીને મોકલ્યા હતો. પત્ર લખનારાઓમાં ફિલ્મમેકર મણિરત્નમ, અનુરાગ કશ્યપ, અપર્ણા સેન, શ્યામ બેનેગલ, ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, અભિનેત્રી કોંકણા સેન શર્મા, ગાયિકા શુભા મુદગલ અને ઈફ્તેખાર એહસાન જેવા લોકો સામેલ હતા.

પીએમ મોદીને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે પ્યારા વડાપ્રધાન, અમે શાંતિના પક્ષધર અને દેશ પર ગર્વ મહસૂસ કરનારા લોકોતાજેતરના દિવસોમાં આપણા વ્હાલા મુલ્કમાં ઘટેલી દુખદ ઘટનાઓને લઈને ચિંતાતુર છીએ.

આપણા બંધારણમાં ભારતને ધર્મનિરપેક્ષ સામાજીક લોકશાહી અને પ્રજાસત્તાક ગણાવવામાં આવ્યું છે. જ્યાં દરેક નાગરિક પછી તે ચાહે કોઈપણ ધર્મ, નસ્લ, લિંગ અથવા જાતિનો હોય તે સમાન છે. માટે દરેક નાગરિકને મળેલા બંધારણીય અધિકારોને સુનિશ્ચિત કરવા જોઈએ.

મુસ્લિમો, દલિતો અને અન્ય લઘુમતીઓના લિંચિંગને તાત્કાલિક રોકવામાં આવે. અમે એસીઆરબીના રિપોર્ટ્સ જોઈને હેરાન છીએ કે 2016માં દલિતો વિરુદ્ધ અત્યાચારના ઓછામાં ઓછા 840 મામલા સામે આવ્યા હતા અને આ મામલામાં આરોપ સાબિત થવાની ટકાવારી સતત ઘટી છે.

1 જાન્યુઆરી, 2009થી લઈને 26 ઓક્ટોબર- 2018ના (ફેક્ટ ચેકર ઈનડેટાબેસ. 30 ઓક્ટોબર-2018) દરમિયાન ધાર્મિક ઓળખના આધારે હેટ ક્રાઈમના 254 રિપોર્ટ્સ આવ્યા, તેમા 91 લોકોને મારવામાં આવ્યા અને 579 લોકો ઈજાગ્રસ્ત થયા. ધ સિટિજન્સ રિલીઝિયસ હેટ ક્રાઈમ વોચે આ રેકોર્ડ કર્યું છે કે 62 ટકા મામલામાં પીડિત મુસ્લિમ છે. (ભારતની વસ્તીમાં 14 ટકા મુસ્લિમ છે.) અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ આવા પ્રકારના ગુના 14 ટકા (ભારતની વસ્તીમાં ખ્રિસ્તી 2 ટકા છે) મામલા સામે આવ્યા છે. લગભગ 90 ટકા હુમલાના મામલા મે-2014 પછીના છે. જ્યારે તમારી સરકાર દેશની સત્તા પર આવી હતી.

પ્રધાનમંત્રીજી તમે સંસદમાં કેટલીક લિંચિંગની ઘટનાઓની ટીકા કરી છે, પરંતુ આ પુરતું નથી. ગુનેગારો વિરુદ્ધ હકીકતમાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે? અમે આ દ્રઢતાથી મહસૂસ કરીએ છીએ કે આવા પ્રકારના અપરાધને બિનજામીનપાત્ર ઘોષિત કરવા જોઈએ અને કડક સજા ઝડપથી તથા નિશ્ચિતપણે મળવી જોઈએ. જો હત્યાના મામલામાં પેરોલ વગર આજીવન કેદ આપી શકાય છે, તો લિંચિંગના મામલામાં કેમ નહીં? કે જે વધારે જઘન્ય છે. પોતાના જ દેશમાં કોઈપણ નાગરિકને ડરના ઓછાયા હેઠળ જીવવું જોઈએ નહીં.

ખેદ વ્યક્ત કરતા કહેવું પડી રહ્યું છે કે આજે જય શ્રીરામ એક ઉશ્કેરણી કરનાર સૂત્ર બની ગયું છે, જેનાથી કાયદો-વ્યવસ્થા માટે મુશ્કેલી પેદા થઈ રહ છે. ઘણાં લિંચિંગ આના નામ પર થયા છે. આ હેરાન કરનારી વાત છે કે હિંસાની આટલી ઘટનાઓ ધર્મના નામ પર થઈ રહી છે. આ મધ્યયુગ નથી. ભારતના બહુમતી સમુદાયના મોટાભાગના લોકો માટે રામનુ નામ ઘણું પવિત્ર છે. આ દેશના સર્વોચ્ચ કાર્યકારી હોવાને નાતે તમારે રામના નામને આવી રીતે બદનામ થતા રોકવું જોઈએ.

સત્તારુઢ પાર્ટીની ટીકાનો અર્થ દેશની આલોચના નથી. સત્તા પર કાબિજ કોઈપણ પાર્ટી તે દેશનો પર્યાય હોઈ શકે નહીં, જ્યાં તે પાવરમા છે. તે માત્ર તે દેશની ઘણી રાજકીય પાર્ટીઓમાંથી એક હશે. માટે સરકાર વિરુદ્ધ કોઈ ઉભું થાય છે, તો તેને દેશની વિરુદ્ધ ઉભા થવાની જેમ જોવું જોઈએ નહીં. એક ખુલ્લો માહોલ, જ્યાં અસંમતિઓને દબાવવામાં આવતી ન હોય, માત્ર તેનાથી દેશ મજબૂત થાય છે. અમે આશા કરીએ છીએ કે અમારા સૂચનોને તે લાગણી સાથે લેવામાં આવે, જેવા કે તે છે, એક ભારતીય તરીકે જે હકીકતમાં આ વસ્તુઓને લઈને ચિંતાતુર છે અને તેને લઈને બેચેન છે, આપણા મુલ્કની કિસ્મત.

Exit mobile version