Site icon hindi.revoi.in

કંગના રનોતએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત, જાણો શા માટે કરી મુલાકાત

Social Share

મુંબઈ: બોલીવુડની કવીન કંગના રનોતે પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘તેજસ’ ના શૂટિંગની તૈયારી આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ કરી દીધી હતી. કંગનાએ આ ફિલ્મ માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનું કારણ એ છે કે ફિલ્મની કહાની શેર કરવી અને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જરૂરી મંજુરી લેવી. અભિનેત્રીએ આ ખાસ મુલાકાતની તસવીરો ટવિટર પર શેર કરી હતી.

આ તસવીરોમાં કંગના રાજનાથ સિંહને ફૂલો આપીને તેમની સાથે વાત કરતી નજરે પડે છે. કંગના રનોત અભિનીત ફિલ્મ ‘તેજસ’ એક સાહસી અને નિડર ફાઇટર પાઇલટની કહાની છે. ભારતીય વાયુસેના 2016માં મહિલાઓને લડાકુ ભૂમિકાઓમાં સામેલ કરનાર દેશની પહેલી રક્ષા સેના હતી. આ ફિલ્મ એતિહાસિક ઘટનાથી પ્રેરિત છે. પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલાની ઉરી પછીની બીજી ફિલ્મ છે, જે બહાદુર સૈનિકોને સમર્પિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન સર્વેશ મેવાડા કરી રહ્યા છે.

કંગનાએ આ વર્ષે ‘તેજસ’ ફિલ્મમાંથી પોતાનો પહેલો લુક શેર કર્યો હતો. જેમાં કંગના પાઇલટના યુનિફોર્મમાં જોવા મળી હતી. તે સમયે કંગનાએ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ‘તેજસ એક કહાની છે જે વિગતવાર કહેવામાં આવી છે, જ્યાં મને વાયુસેનામાં પાઇલટની ભૂમિકા નિભાવવાની તક મળી છે. હું એક એવી ફિલ્મનો ભાગ બનીને સન્માનિત મહેસુસ કરી રહી છું. કે જ્યાં આ યુનિફોર્મમાં દરેક બહાદુર પુરુષો અને મહિલાઓને વંદન કરવામાં આવે,જે આ ફરજની લાઇનમાં દરરોજ વિશાળ બલિદાન આપે છે. ‘

આ સિવાય કંગનાએ થોડા દિવસો પહેલા ફિલ્મ ‘તેજસ’ ની વર્કશોપને લઈને એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં કંગના ડિરેક્ટર સર્વેશ મેવાડા અને વિંગ કમાન્ડર અભિજીત ગોખલે સાથે એક વર્કશોપમાં ભાગ લેતી દેખાઈ હતી. તેમણે વીડિયોને કેપ્શન આપતા લખ્યું હતું કે, “ટીમ તેજસે આજે વર્કશોપ શરૂ કરી દીધો છે. સુપર ટેલેન્ટેડ ડિરેક્ટર સર્વેશ મેવાડા અને અમારા કોચ વિંગ કમાન્ડર અભિજિત ગોખલે સાથે કામ શરૂ કરીને ખુબ જ આનંદ થયો.”

-દેવાંશી

Exit mobile version