Site icon hindi.revoi.in

કંગના રનોતનો ઉદ્ધવ ઠાકરે પર પલટવાર, હિમાચલ પ્રદેશને લઈને કર્યું આ ટ્વિટસ

Social Share

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ યથાવત છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નામ લીધા વિના હિમાચલ પ્રદેશને ગાંજાની ખેતી કરતુ રાજ્ય ગણાવ્યું હતું, ત્યારબાદ કંગનાએ પલટવાર કર્યો હતો. એટલું જ નહીં, તેમણે ઉદ્ધવ ઠાકરેને એક તુચ્છ વ્યક્તિ પણ કહ્યા. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે શરમ કરો, તમે ખુરશીને લાયક નથી.

ખરેખર રવિવારે દશેરા ભાષણ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કંગના રનોતનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘મુંબઈ પીઓકે છે, અહિયાં દરેક જગ્યાએ ડ્રગસ લેનારા લોકો છે. તેઓ કંઈક આવી રીતે તસ્વીર બનાવવા માગે છે. તેઓ નથી જાણતા કે,આપણે આપણા ઘરોમાં તુલસી ઉગાડીએ છીએ,ગાંજા નહીં. ગાંજાની ખેતી તમારા રાજ્યમાં છે, મહારાષ્ટ્રમાં નહીં.

ઉદ્ધવ ઠાકરેના આ ભાષણનો ઉલ્લેખ કરતાં કંગનાએ ટ્વિટર પર લખ્યું કે, ‘મુખ્યમંત્રી તમે ખૂબ જ તુચ્છ વ્યક્તિ છો. હિમાચલને દેવભૂમિ કહેવામાં આવે છે, તેમાં પણ સૌથી વધુ મંદિરો છે અને ગુના દર શૂન્ય છે. હા,અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે,અહિયાં સફરજન, કીવી, દાડમ અને સ્ટ્રોબેરીની ઉપજ થાય છે,અહીં કંઈપણ ઉગાડવામાં આવે છે. ‘

કંગનાએ વધુમાં લખ્યું છે કે, ‘તમારે પોતાને શર્મિંદા થવું જોઈએ, જાહેર સેવક હોવા છતાં પણ તમે આવા તુચ્છ ઝગડામાં સામેલ છો. તમે તમારી શક્તિનો ઉપયોગ અસહમતિ વ્યક્તિવાળા લોકોને અપમાન અને નુકશાન પહોચાડવા માટે કરી રહ્યા છો. ગંદુ રાજકારણ રમીને તમેં જે ખુરશી મેળવી છે, તમે તેના લાયક નથી. તે શરમજનક બાબત છે.

એક અન્ય ટ્વિટમાં કંગનાએ કહ્યું છે કે, “એક મુખ્યમંત્રીને જુઓ કે તેઓ કેવી રીતે દેશને વિભાજીત કરી રહ્યા છે, કોણે તેમને મહારાષ્ટ્રના ઠેકેદાર બનાવ્યા?” તે ફક્ત એક જાહેર સેવક છે, તેમના પહેલાં ત્યાં કોઈ બીજું હતું અને ટૂંક સમયમાં તે બહાર હશે અને કોઈ અન્ય રાજ્યની સેવા માટે આવશે. તેઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે. જેમ કે મહારાષ્ટ્ર તેમનું જ હોય. આ સિવાય કંગનાએ એક વીડિયો શેર કરીને પોતાની વાત કહી છે.

કંગના કહે છે કે, મુખ્યમંત્રીતમે મારાથી ખુબ જ ગુસ્સે થયા હતા, જ્યારે મુંબઈમાં મને ધમકાવ્યા પછી મેં ત્યાની તુલના પીઓકે સાથે કરી હતી. કારણ કે ત્યાં આઝાદ કાશ્મીરના નારા લગાવવામાં આવ્યા હતા. ગઈકાલે તમારા ભાષણમાં તમે ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી હતી.

_Devanshi

Exit mobile version