Site icon hindi.revoi.in

કંગાળ પાકિસ્તાનનો કાળ બનીને આવી રહી છે ભારતીય વાયુસેના માટે આકાશ મિસાઈલ

Social Share

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સતત વાયુસેનાને મજબૂત કરવામાં લાગેલી છે. તાજેતરમાં આઠ અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પણ ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર આના માટે પાંચ હજાર કરોડ રૂપિયા આપશે.

મીડિયા અહેવાલ પ્રમાણે, આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પાકિસ્તાન અને ચીનના સરહદી વિસ્તારોમાં તેનાત કરવામાં આવશે.

વાયુસેનાને સંરક્ષણ મંત્રાલય તરફથી ગુરુવારે આના સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી. જાણકારી પ્રમાણે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીએ ત્રણ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્રની મંજૂરીની સાથે જ વાયુસેનાની પાસે આકાશ મિસાઈલ સિસ્ટમની સંખ્યા 15ની થઈ જશે.

આકાશ મિસાઈલની ખાસિયત-

આકાશ મિસાઈલ ઈસરો દ્વારા વિકસિત કરવામાં આવી છે.

મધ્યમ સ્તરની જમીનથી હવામાં પ્રહાર કરવા સક્ષમ વિમાન વિરોધી સિસ્ટમ છે

રેમજેટ રોકેટ સંચાલન પ્રણાલીથી સંચાલિત છે.

તેની રેન્જ 25 કિલોમીટરની છે

60 કિ.ગ્રા. વોરહેડ લઈ જવાની ક્ષમતા

મિસાઈલ 2.8થી 3.4 મેકની સુપરસોનિક સ્પીડથી ઉડવાની ક્ષમતા

યુદ્ધવિમાન, ક્રૂઝ મિસાઈલો અને હવામાંથી સપાટી પર પ્રહાર કરનારી મિસાઈલોને ભેદીને તોડી પાડવાની ક્ષમતા

વિવાદમાં પણ રહી ચુકી છે આકાશ મિસાઈલ-

આકાશ મિસાઈલ 2017માં વિવાદોમાં ત્યારે આવી હતી, જ્યારે સીએજીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે તે મૂળભૂત પરીક્ષણમાં 30 ટકા નિષ્ફળ ગઈ હતી. આ મિસાઈલનું પરીક્ષણ 2014માં એપ્રિલથી નવેમ્બરની વચ્ચે કરવામાં આવ્યું હતું અને બાદમાં 2015માં તેને ઔપચારીકપણે વાયુસેનામાં સામેલ કરવામાં આવી હતી.

Exit mobile version