Site icon hindi.revoi.in

ભારતીય સેના પર MPના સીએમ કલમનાથનું વિવાદીત નિવેદન, કહ્યુ- મિલિટ્રી શક્તિથી નથી દેશની ઓળખ

Social Share

નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે ભારતીય સેનાને લઈને વિવાદીત નિવેદનબાજી કરી છે. કમલનાથે કહ્યુ છે કે મિલિટ્રી શક્તિ આપણા દેશની ઓળખ નથી. તેમણે કહ્યુ છે કે આપણો દેશ આધ્યાત્મક શક્તિનું પ્રતિક છે અને તે તેની ઓળખ છે.

કમલનાથ આજે ભોપાલના શિવાજીનગરમાં આયોજીત તેલુગૂ પરિષદના ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે કમલનાથે કહ્યુ હતુ કે ભારતી ઓળખ કોઈ સૈન્ય શક્તિથી નથી, કોઈ આર્થિક શક્તિથી નથી, પરંતુ આખા વિશ્વમાં આધ્યાત્મિક શક્તિથી ભારતની ઓળખ છે.

આ સિવાય કમલનાથે કહ્યુ છે કે તેઓ નીતિ પંચની બેઠકમાં સામેલ થવા જઈ રહયા છે. તેમણે કહ્યુ છે કે તેઓ ડિનરમાં પણ સામેલ થઈ રહ્યા છે અને વખતોવખત જૂના સાથીદારો સાથે ચર્ચા થતી રહે છે.

મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ દિલ્હીની મુલાકાતે છે. ત્યાં કમલનાથ આજે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓને ડિનર આપશે.

Exit mobile version