- સારી વાત છે પીએમ મોદીએ તમિલ ભાષાની પ્રશંસા કરી: કમલ હસન
- ધાર્મિક પુસ્તકોને સિલેબસમાં સામેલ કરવાની જરૂરત નથી: કમલ હસન
અભિનેતા-રાજનેતા કલમ હસને અન્ના યુનિવર્સિટીના સિલેબસમાં ભગવદગીતાને સામેલ કરવાના મામલાનો વિરોધ કર્યો છે. મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક કમલ હસને કહ્યુ છે કે આ સારી વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલ ભાષાની પ્રશંસા કરી રહ્યા છે.
તમિલનાડુમાં સત્તારુઢ પાર્ટી AIADMKને રાજકીય કારોબારી ગણાવી છે. તેમણે આ ટીપ્પણી તમિલનાડુના પ્રધાન જયાકુમારના નિવેદનના જવાબમાં કરી છે. કુમારે કહ્યુ હતુ કે કમલ હસન પોતાની પાર્ટીનો ફૂડ સ્ટોલ ચલાવી રહ્યા છે. તેના પર કમલ હસને કહ્યુ હતુ કે તે પણ ચલાવી રહ્યા છે અને હું પણ સ્ટોલ ચલાવી રહ્યો છું. તેઓ મારા પ્રતિસ્પર્ધી છે અને હું તેમને રાજકીય કારોબારીઓ તરીકે જોવું છું.
ભગવત ગીતા પર શું બોલ્યા?
કમલ હસને કહ્યુ છેકે સ્ટૂડન્ટ હંમેશા સારા પુસ્તકો વાંચવા માટે તૈયાર રહે છે. આવા પુસ્તકોમાંથી કન્ટેન્ટને સિલેબસની જેમ સામેલ કરવાની જરૂરત નથી. જો આમ છે તો ઘણાં પુસ્તકોને સામેલ કરવાની જરૂરત પડશે. લોકો આ હુકમ નહીં આપી શકે કે આ ધર્મ છે અથવા તો તે ધર્મ છે. સ્ટૂડન્ટ્સે જે પણ વિષય પસંદ કર્યો છે, તેની સાથે જોડાયેલી સામગ્રી સ્ટૂડન્ટ્સને સિલેબસમાં ભણવા દેવી જોઈએ. પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ તેમને નક્કી કરવા દેવું જોઈએ કે તે ધાર્મિક ઉપદેશક અથવા બનવા માગે છે ધાર્મિક પ્રોપેગેન્ડા ચલાવનારાઓ. આ તેમનો નિર્ણય હશે, આ સિલેબસનો ભાગ હોવું જોઈએ નહીં.
વડાપ્રધાન પર શું બોલ્યા?
જ્યારે કમલ હસનને વડાપ્રધાન મોદી તરપથી તમિલની પ્રશંસા મામલે સવાલ પુછવામાં આવ્યો કે શું આ તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવાની કોશિશ છે, તો તેમણે કહ્યુ છે કે આમા ખોટું શું છે? પીએમ નાગાલેન્ડ જાય છે, તો ત્યાંની ટોપી પહેરે છે અને થોડો સમય માટે ડાન્સ કરે છે. માટે પીએમને અમારી ભાષાની મહાનતા સંદર્ભે બોલવા દેવું જોઈએ.