1. Home
  2. revoinews
  3. જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસે દેશનો 43 હજાર કિ.મી. હિસ્સો ચીનને સોંપ્યો હતો
જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસે દેશનો 43 હજાર કિ.મી. હિસ્સો ચીનને સોંપ્યો હતો

જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસે દેશનો 43 હજાર કિ.મી. હિસ્સો ચીનને સોંપ્યો હતો

0

અમદાવાદ: જ્યારથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વકર્યો છે ત્યારથી લઈને આજ સુધી કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર અને વડાપ્રધાન મોદી પર અનેક આરોપ લગાવવામાં આવ્યા છે અને હવે તેના વળતા જવાબમાં ભાજપે કોંગ્રેસને સચ્ચાઈનો સામનો કરાવ્યો છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ દ્વારા અવાર નવાર કરવામાં આવતા સવાલ અને આરોપો પર જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસે દેશનો 43 હજાર કિ.મી. હિસ્સો ચીનને સોંપ્યો હતો.

જેપી નડ્ડાએ ટિ્વટ કરીને કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રીય એકતાનો ખરો અર્થ સમજે. સૈન્યનો આદર કરે, હજુય મોડું નથી થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 130 કરોડ ભારતીયોને વિશ્વાસ છે. વર્ષ 2010થી 2013 દરમિયાન એલએસી પર 600 વખત ઘૂસણખોરી થઇ. કોંગ્રેસે ચીન સામે 43 હજાર કિ.મી.નો ભારતીય હિસ્સો સરેન્ડર કરી દીધો હતો.

ડૉ. મનમોહન સિંહે પણ વડાપ્રધાન મોદીની ચીન પ્રત્યેની પ્રતિક્રિયાને લઈને મંતવ્ય આપ્યું હતુ પરંતુ તેમના કાળમાં એટલે કે યુપીએના કાર્યકાળમાં લડ્યા વિના ભારતને સરેન્ડર કરાયું. મનમોહન સિંહનું નિવેદન માત્ર શબ્દોની રમત છે. કોંગ્રેસના ટોચના નેતાઓનું આચરણ એવું છે કે તેમના નિવેદન પર એકેય ભારતીયને વિશ્વાસ નહીં થાય. આ એ જ કોંગ્રેસ છે કે જેણે કાયમ આપણા સૈનિકોનું મનોબળ તોડ્યું. મનમોહન વિવિધ વિષયો પર પોતાના વિચારો ચોક્કસપણે રજૂ કરી શકે પણ પીએમઓની જવાબદારી તેમની નથી.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.