Site icon hindi.revoi.in

પત્રકારને માર માર્યા બાદ પેશાબ પિવડાવવાનો આરોપ, જીઆરપીના એસએચઓ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Social Share

શામલી : ઉત્તરપ્રદેશના શામલીમાં રેલવે પોલીસના કર્મચારીઓ પર આરોપ છે કે તેમણે એક ખાનગી ન્યૂઝચેનલના પત્રકારને માર માર્યો છે. પત્રકારનો આરોપ છે કે બાદમાં તેને લોકઅપમાં બંધ કરીને નગ્ન કરવામાં આવ્યો અને તેના મોંઢા પર પેશાબ કરવામાં આવ્યો. મામલો સામે આવ્યા બાદ પોલીસ મહાનિદેશક ઓ.પી. સિંહના આદેશ પર જીઆરપીના એસએચઓ રાકેશ કુમાર અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને પર પત્રકાર અમિત શર્મા સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે.

પત્રકારનો આરોપ છે કે તે મંગળવારે રાત્રે ધિમાનપુરાની નજીક માલગાડીના પાટા પરથી ઉતરવાના મામલે રિપોર્ટ તૈયાર કરી રહ્યો હતો. તે વખતે સાદી વર્દીમાં જીઆરપીના કર્મચારી આવ્યા અને તેનો કેમેરો તોડી નાખ્યો હતો.

પત્રકારે કહ્યુ છે કે પોલીસે તેની વાત સાંભળી નહીં અને તેને મારતા રહ્યા હતા. પત્રકારનો આરોપ છે કે તેને લોકઅપમાં બંધ કરીને મારવામાં આવ્યો, ગાળો આફવામાં આવી, નગ્ન કરવામાં આવ્યો અને મોંઢામાં પેશાબ સુદ્ધા કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘમાં પત્રકાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સોશયલ મીડિયા પર અમિત શર્માની પિટાઈને વીડિયો ફૂટેજ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સ પ્રમાણે, પત્રકારોએ પોલીસ મુખ્યમથકમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સંપર્ક કર્યો હતો. બાદમાં વરિષ્ઠ અધિકારીઓએ હરકતામાં આતા સ્ટેશન હાઉસ અધિકારી રાકેશ કુમાર અને જીઆરપીના એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ધા છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

પત્રકાર અમિત શર્માને બાદમાં છોડવામાં આવ્યા છે. શામલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજયકુમાર પાંડેએ કહ્યુ છે કે વરિષ્ઠ અધિકારીઓને આ ઘટનાથી અવગત કરાવવામાં આવ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ હતી અને આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version