- જોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ શુટિંગ માટે તૈયાર
- આ ફિલ્મ 12 મે 2021 ના રોજ થશે રિલીઝ
- જોન અબ્રાહમની સાથે દિવ્યા ખોસલા કુમાર જોવા મળશે
મુંબઈ: સરકાર દ્વારા લોકડાઉનના પ્રતિબંધોને હળવા કર્યા બાદ ઘણાં ફિલ્મકારો અને પ્રોડક્શન હાઉસે સુરક્ષા માનદંડોને ધ્યાનમાં રાખીને પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં સત્યમેવ જયતે-2ના ડાયરેકટર મિલાપ ઝવેરીએ પોતાની ફિલ્મને વધુ નિખારવામાં લાગ્યા છે, હવે આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થશે. ટી-સીરીઝ અને અમે એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મ આવતા વર્ષે ઇદ નિમિત્તે એટલે કે 12મે 2021 ના રોજ રિલીઝ થવાની છે.
2018માં સત્યમેવ જયતે કોમર્શિયલ રીતે હિટ થયા બાદ જોન, મિલાપ અને પ્રોડ્યુસર્સ આ વખતે જોનની અપોઝીટ દિવ્યા ખોસલા કુમારની સાથે ફ્રેન્ચાઇઝીને આગળ લઇ જવા માટે નક્કી કર્યું છે. જ્યાં પહેલી ફિલ્મ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી હતી. તો બીજી તરફ આ ફિલ્મ પોલીસથી લઈને રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય માણસ સુધીના તમામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની સાથે સંકળાયેલી છે.
મુંબઈમાં પોતાની શૂટ લોકેશન અને વાર્તાને બદલાવી નવાબોના શહેર લખનઉમાં શૂટ કરવા પર ડિરેક્ટર મિલાપ કહે છે કે, “સર્જનાત્મક રીતે અમે સ્ક્રિપ્ટને બદલીને લખનઉ કરી દીધી કારણ કે તેનાથી અમને તેને મોટા પાયે બનાવવાની તક મળી અને કેનવાસને પણ મોટું બનાવી શકાય છે. આ ફિલ્મની એક્શન દસ ગણા વધુ ગતિશીલ, પાવરફુલ અને દમદાર બનવા જઈ રહી છે. જોન હવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા જઈ રહ્યો છે જેમ કે તેણે સિલ્વર સ્કીન પર આ પહેલાં ક્યારેય કર્યો નથી. અને દિવ્યા તેના પાવરફુલ દ્રશ્યો, નાટકીય કુશળતા અને સુંદરતાની સાથે દર્શકોને સ્તબ્ધ કરશે.”
‘સત્યમેવ જયતે 2’ એક સામાન્ય જનતાની ફિલ્મ છે અને તે એક્શન, સંગીત, દેશભક્તિ અને વીરતાનો પણ ઉત્સવ છે. મનોરંજન માટે “ઇદ” એક સંપૂર્ણ આદર્શ પ્રસંગ છે. હું ભૂષણકુમાર સર, મોનિશા અડવાણી, મધુ ભોજ્વાની અને નિખિલ અડવાણી સાથે ફરી એકવાર કામ કરીને, આવતા વર્ષે 12 મેના રોજ વચન આપી શકું છું કે અમે બધા દર્શકોને ફેસ્ટીવ સરપ્રાઈઝ આપવાનો પૂરો પ્રયાસ કરીશું.
_Devanshi