Site icon Revoi.in

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશીનો પૈસા લેતા વીડિયો થયો વાયરલઃમંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી

Social Share

મંત્રીનો પૈસા લેતો વીડિયો વાયરલ

મને બદનામ કરવાની ચાલ છેઃમંત્રી

મંત્રીએ પત્રકાર બેઠક બોલાવી વાતનો ખુલાસો કર્યો

મંત્રીએ વીડિયો વાયરલ કરનાર સામે ફરિયાદ નોંધાવી

અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશીનો ગઢવાની આદર પંચાયતમાં ચબુતરા નિર્માણની બાબતમાં રિશ્વત લેવાની વાત કરતો વીડિયો શુક્રવારના રોજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં મંત્રી હાથમાં પૈસા લઈને થાડો રુપિયા ગામના લોકોને આપતા અને થોડા રુપિયા પોતાના ખિસ્સમાં મુકતા નજરે ચઢ્યા છે આ વીડિયો વાયરલ થયા પછી વિરોધીઓએ અનેક વાદવિવાદ શરુ કર્યો છે.
જ્યારે બીજી તરફ મંત્રીએ કરેલી ફરિયાદને લઈને પોલેસી એક વ્યક્તિની અટકાયત કરી તેની પુછપરછ કરી છે, સોશિયલ મિડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં મંત્રી પહેલા એક વ્યક્તિને પૈસા ગણતા જોઈ રહ્યા હોય છે પછી થોડી જ ક્ષણોમાં એ વ્યક્તિ પાસેથી મંત્રી પૈસા લઈ લે છે અને એક બીજા વ્યક્તિને તે પૈસા આપે છે, આ વીડીયો તરત જ સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો જેને લઈને લોકોએ મંત્રી વિરુધ ટીકા કરવાનું શરુ કર્યું હતુ.
સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશીને આ વીડિયોની જાણકારી મળતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી, મંત્રીએ તાત્કાલિક પત્રકારોની બેઠક બોલાવીને આ વાત પર ખુલાસો કર્યો હતો અને કહ્યું હતુ કે “જેણ પણ કામ કર્યુ છે તે યોગ્ય નથી , મારી ઈમેજને ખરાબ કરવામા માટે વિરોધીયો દ્વારા આ કરવામાં આવ્યું છે” તેમણે આ વીડિયો વાળી વાતને વિરોધીઓની ચાલ ગણાવી હતી, તેઓએ પત્રકારની બેઠકમાં વધુમાં જણાવ્યું હતુ કે “11 જુલાઈએ હું વિવિધ યોજનાઓના કામ માટે ગામમાં ગયો હતો, ત્યાર બાદ ગામવાસીઓ એ ચબુતરો બનાવાની માંગ કરી હતી તેઓની માંગને સ્વીકાર કરતા મે ગામના જ સીતારામ રજવાર નામક વ્યક્તિને 15 હજાર રુપિયા આપ્યા હતા અને ચબુતરના નિર્માણ માટે આશ્વાસન આપ્યું હતું. ત્યારે ગામના લોકોએ કહ્યું હતુ કે આ ચબુરતાના નિર્માણ માટે 50હજાર રુપિયાનો ખર્ચ થશે ,જેથી મે બાકીના 35 હજાર રુપિયા ચંદાના માધ્યમથી આપવા કહ્યું હતું પરંતુ અમુક લોકોએ મારા સામે ચાલાકી કરીને મારો વીડિયો બનાવીને પૈસા આપવાની વાતને ફેરવીને રિશ્વતની વાત ફેલાવી મારી ઈમેજ ને ખરાબ કરી છે” વધુમાં તેમણે ગામના રાહુલ ઠાકુર અને સતીશ યાદવે મને બદનામ કરવાની કોશીષ કરી છે તેઓ રોપ લગાવ્યો હતો.
વધુમાં મંત્રીએ પોતાનો બચાવ પક્ષ મકતા કહ્યું હતુ કે “જે સમયની આ ઘટના બતાવામાં આવી રહી છે તે મસયે અંદાજે પ્રસાશન અધિકારી ઉપરાંત 2 હજાર લોકો હાજર હતા તો શું આવા સમયે આટલા લોકોના સામે કોઈ રિશ્વત લઈ શકે” ,આ ઘટનામાં મારા જીલ્લા પ્રતિનિધી દિવાકરે દુબેએ એસપી શિવાની તિવારીને અરજી કરીને આ બનાવ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે પત્રકારની બેઠકમાં મુખ્ય પ્રતિનિધી સુદામા ચૌધરી પણ હાજર રહ્યા હતા અને જણાવ્યું હતુ કે આઘટના એક ચાલ છે ત્યારે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.